________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
ભરતે તેના ઉપર ચડાઈ કરી. ભરત અને બાહુબલિનું ભયંકર યુદ્ધ બાર વરસ સુધી ચાલ્યું, અને બન્નેના સૈન્યોમાં પુષ્કળ મનુષ્યોનો સંહાર થયો; પણ તેઓ બન્નેમાં કોઈ ન હાર્યો. આવી રીતે ઘણા મનુષ્યોનો સંહાર થતો જાણી ત્યાં શક્રે આવી તેઓને સમજાવ્યા કે – “સૌજન્યથી સુશોભિત એવા તમે બન્ને ભાઈઓનું યુદ્ધ ખરેખર જગતના દુર્ભાગ્યથી જ ઉપસ્થિત થયું છે; માટે તે બંધ કરવું જોઈએ. પણ જો તમે એક-બીજા ઉપર વિજય મેળવ્યા વગર ન જ અટકવાના હો; તો છેવટે એટલું તો માનો કે, તમો બન્ને જાતે પરસ્પર ઉત્તમ યુદ્ધથી લડો; પણ સંખ્યાબંધ પ્રાણીઓનું વિઘાતક એવું આ મધ્યમ યુદ્ધ તો બંધ જ કરો”. આ પ્રમાણે શક્રનું વચન તેઓ બન્નેએ કબૂલ કર્યું. પછી શકે દૃષ્ટિયુદ્ધ, વાયુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ એ ચાર યુદ્ધથી પરસ્પર બન્ને ભાઈઓએ લડવું એમ ઠરાવ કર્યો. આ ચારે યુદ્ધમાં બાહુબલિનો વિજય થયો, અને ભરતની હાર થઈ. ચારે યુદ્ધમાં પોતાની હાર થવાથી ભરત મહારાજાને ઘણો ક્રોધ ચડ્યો, તેથી બાહુબલિનો નાશ કરવા તેના ઉપર ચક્ર છોડ્યું; પરન્તુ બાહુબલિ સમાનગોત્રના હોવાથી તેમને તે ચક્ર પણ કાંઈ કરી શક્યું નહિ. આ વખતે બાહુબલિએ વિચાર્યુ કે – “અત્યાર સુધી ભ્રાતૃભાવથી જ મેં ભરતની ઉપેક્ષા કરી, છતાં તે તો પોતાનો દુષ્ટ સ્વભાવ છોડતો નથી; માટે હવે કાંઈ પણ દરકાર કર્યા વગર એક મુષ્ટિથી જ એના ચુરેચૂરા કરી નાખું”. એમ વિચારી ક્રોધથી ધમધમી રહેલા બાહુબલિ દૂરથી મુઠી ઉપાડી ભરતને મારવા દોડ્યા, પરન્તુ સારાસારનો વિચાર કરવામાં બૃહસ્પતિ સમાન એવા તે બાહુબલિ મુષ્ટિ ઉપાડી ભરતને મારવા દોડતાં વિચારવા લાગ્યા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ્
૫૦૦