________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
મંગાવીને; એક તીર્થંકરના શરીર માટે, એક ગણધરોના શરીરો માટે અને એક બાકીના મુનિઓના શરીરો સપ્તમ માટે એમ ત્રણ ચિતા કરાવી. ત્યાર પછી શૐ આભિયોગિક દેવો પાસે ક્ષીરસમુદ્રનું જલ મંગાવી તીર્થકરના 8 વ્યાખ્યાનમ્ શરીરને સ્નાન કરાવ્યું, તાજા ગોશીષચંદન વડે વિલેપન કર્યું, હંસલક્ષણવાળું વસ્ત્ર ઓઢાડ્યું, અને સર્વ પ્રકારના અલંકારોથી વિભૂષિત કર્યું. એવી રીતે બીજા દેવોએ ગણધરોનાં તથા બાકીના મુનિઓનાં શરીરોને સ્નાન કરાવી, ચંદનથી વિલેપન કરી, સર્વ અલંકારો વડે વિભૂષિત કર્યા. ત્યાર પછી શકે વિચિત્ર ચિત્રો વડે શોભતી એવી ત્રણ પાલખી કરાવી. પછી આનંદ રહિત, દીન મનવાળા અને અશ્રુપૂર્ણ નેત્રવાળા ઇન્દ્ર પ્રભુના શરીરને એક પાલખીમાં પધરાવ્યું; તથા બીજા દેવોએ ગણધરોનાં શરીરોને બીજી પાલખીમાં અને બાકીના મુનિઓનાં શરીરોને ત્રીજી પાલખીમાં પધરાવ્યાં. પછી પ્રભુના શરીરવાળી પાલખીને ઇન્દ્ર, અને મધ્ય ગણધરો તથા મુનિઓનાં શરીરવાલી પાલખીને દેવોએ ઉપાડી ચિતા પાસે લાવ્યા. પછી ઇન્દ્ર પ્રભુના શરીરને પાલખીમાંથી ધીમે ધીમે ઉતારી ચિતામાં સ્થાપન કર્યું, તથા બીજા દેવો ગણધરો અને મુનિઓનાં શરીરોને પાલખીમાંથી ઉતારી ચિતામાં સ્થાપન કર્યા. ત્યાર પછી આનંદ અને ઉત્સાહ રહિત એવા અગ્નિકુમાર દેવોએ શક્રના હુકમથી તે ચિતાઓમાં અગ્નિ પ્રદીપ્ત કર્યો, વાયુકુમાર દેવોએ વાયુ વિકર્થો, અને બાકીના LIKE દેવોએ તે ચિતાઓમાં કાલાગુરુ, ચંદન વિગેરે ઉત્તમ કાઢી નાખ્યાં, તથા મધ અને ઘીના ઘડાઓથી તે
૫૦૯
For Private and Personal Use Only