________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
"मरुदेवासमानाऽम्बा, याऽगात् पूर्वं किलेक्षितुम् । मुक्तिकन्यां तनूजार्थं, शिवमार्गमपि स्फुटम् ॥२॥”
“વળી જગતમાં મરુદેવી સમાન માતા પણ નથી, કે જે પોતાના પુત્રને માટે મુક્તિરૂપી કન્યાને અને સ્ફુટ પણે શિવમાર્ગને જોવા પ્રથમથી મોક્ષે ગયા' ॥૨॥ સમવસરણમાં જગત્કૃપાલુ શ્રીઋષભદેવ પ્રભુએ ધર્મદેશના આપી તે દેશનાથી ભરતના ઋષભસેન વિગેરે પાંચસો પુત્રોએ અને સાતસો પૌત્રોએ પ્રતિબોધ પામી પ્રભુ પાસે દીક્ષા લીધી. તેઓમાં પ્રભુએ ઋષભસેન વિગેરે ચોરાસી ગણધર સ્થાપ્યા. બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી, તે મુખ્ય સાધ્વી થઈ. ભરતરાજા શ્રાવક થયા સુંદરી પણ દીક્ષા લેવાની ઇચ્છા ધરાવતી હતી, પણ તેણીને અત્યંત સ્વરૂપવતી જાણીને સ્ત્રીરત્ન સ્થાપવા માટે ભરતે દીક્ષા લેવાની આજ્ઞા આપી નહિ; તેથી તે શ્રાવિકા થઈ. વળી પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયેલું સાંભળી કચ્છ અને મહાકચ્છ સિવાયના બધા તાપસોએ પ્રભુ પાસે આવી ફરીથી દીક્ષા લીધી. મરુદેવાના નિર્વાણથી શોકગ્રસ્ત થયેલા ભરતને ઇન્દ્રે સમજાવી તે શોક નિવારણ કર્યો. પછી ભરત મહારાજા પ્રભુને વંદન કરી પોતાને સ્થાને ગયા. ત્યાર પછી ભરત મહારાજા ચક્રરત્નની પૂજા કરીને શુભ દિવસે પ્રયાણ કરી સાઠ હજાર વરસે ભરતક્ષેત્રના છ ખંડ સાધી પોતાને ઘેર આવ્યા. ઘેર આવ્યા બાદ પોતાના સંબંધીઓની સંભાળ કરતાં સુંદરીને કૃશ અને સૌંદર્યરહિત દેખી
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૯૮