________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
#
અધિકારીઓને કહ્યું કે – “અરે ! સુંદરી આવી કૃશ કેમ થઈ ગઈ છે ?, શું મારા ગયા પછી કોઈ તેની સંભાળ પણ લેતું નથી ?” અધિકારીઓએ નમન કરી કહ્યું કે - મહારાજ ! જ્યારથી આપ દિગ્વિજય કરવાને પધાર્યા ત્યારથી આ સુંદરી ફક્ત પ્રાણરક્ષણ માટે આયંબિલ તપ કરે છે, અને આપે તેમને દીક્ષા લેતાં અટકાવ્યાં તેથી ભાવદીક્ષિત થઈને રહ્યાં છે”. તે સાંભળી સુંદરીનો દીક્ષા લેવાનો દૃઢ આશય જાણી ભરત મહારાજા બોલ્યા કે - “હું આટલા વખત સુધી તમારા વ્રતમાં વિઘ્ન કરનારો થયો, હે બહેન ! તમને શાબાશી છે કે તમે આ શરીરથી મોક્ષરૂપ ફળને ઉત્પન્ન કરનારી દીક્ષા ગ્રહણ કરવાને ઇચ્છો છો”. ઇત્યાદિ સુંદરીની પ્રશંસા કરી દીક્ષા લેવાની અનુમતિ આપી. પછી સુંદરીએ અષ્ટાપદ પર્વત પર જઈ શ્રીઋષભદેવ પ્રભુ પાસે દીક્ષા સ્વીકારી.
હવે ભરતક્ષેત્રના છ ખંડ સાધવા છતાં ચક્ર તો આયુધશાલામાં ન પેસતાં બહાર જ રહ્યું, તેથી ભરત મહારાજાએ પોતાના અટ્ઠાણું ભાઈઓને દૂત દ્વારા કહેવરાવ્યું કે ‘મારી આજ્ઞા માનો'. તે વખતે તે બધા એક્ઠા થઈને “શું અમારે ભરતની આજ્ઞા માનવી, કે તેની સાથે યુદ્ધ કરવું ?” એમ પૂછવા માટે પ્રભુ પાસે ગયા: પ્રભુએ તેમને વૈતાલીય નામના અધ્યયનની પ્રરૂપણા વડે પ્રતિબોધ પમાડી દીક્ષા આપી. ત્યાર પછી ભરત મહારાજાએ બાહુબલિ ઉપર દૂત મોકલ્યો, પરન્તુ અતુલબલશાલી બાહુબલિ ભરતની આજ્ઞા ન સ્વીકારતાં લડાઈ કરવાને તૈયાર થયો. દૂતના કથનથી બાહુબલિએ પોતાની આજ્ઞા ન સ્વીકારવાનું જાણી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૯૯