________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
2િ કે – “અહો ! પિતાતુલ્ય આ મોટા ભાઈને મારે હણવા અનુચિત છે, પરન્તુ આ ઉપાડેલી મુષ્ટિ પણ નિષ્ફળ
સપ્તમ કેમ થાય?” એમ વિચારી મહાત્મા બાહુબલિએ તે મુષ્ટિને પોતાના જ મસ્તક પર ચલાવી તે જ વખતે લોચ વ્યાખ્યાનમ્ કર્યો, અને સર્વ સાવદ્ય ત્યજી દઈ કાઉસ્સગ ધ્યાને સ્થિર થયા. તે વખતે ભરત મહારાજા તેમને વંદન કરી પોતાનો અપરાધ ખમાવી પોતાને સ્થાને ગયા. હવે બાહુબલિ મુનિ વિચારવા લાગ્યા કે - “પૂર્વદીક્ષિત મારા નાના ભાઈઓ દીક્ષાપર્યાયથી મારા કરતાં મોટા છે, તેથી જો હું હમણાં પ્રભુ પાસે જઈશ તો તે નાના ભાઈઓને પણ વંદન કરવું પડશે. હું મોટો હોવા છતાં નાના ભાઈઓને વંદન કેમ કરું ?, તેથી જ્યારે કેવલજ્ઞાન ઉત્પન્ન થશે ત્યારે જ પ્રભુ પાસે જઈશ”. એમ અહંકાર કરી એક વરસ સુધી કાઉસ્સગ્નમાં જ ઉભા રહ્યા, વરસને અંતે પ્રભુએ મોકલેલી બ્રાહ્મી અને સુંદરી નામની તેમની બહેનોએ આવીને “હે ભાઈ ! ! ગજથી ઉતરો” એમ કહી બાહુબલિને પ્રતિબોધ પમાડ્યો. અહંકારરૂપી ગજથી ઉતરેલા મહાત્મા બાહુબલિએ જેવા પગ ઉપાડ્યા કે તરત જ તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી પ્રભુ પાસે જઈ ઘણા કાલ સુધી વિચરી તેઓ પ્રભુ સાથે જ મોક્ષે ગયા. મહારાજા ભરત પણ લાંબા વખત સુધી ચક્રવર્તીની લક્ષ્મી ભોગવીને પણ એક દિવસ અરીસાભવનમાં વીંટી વિનાની પોતાની આંગળીને શોભા રહિત જોઈ અનિત્યપણાની ભાવના ભાવતા કેવલજ્ઞાન મેળવી દસ હજાર રાજાઓ સાથે દેવતાએ આપેલા મુનિવેષને ગ્રહણ કરી ઘણો કાલ વિચરી મોક્ષે ગયા l૨૧૨ા
૫૦૧
નક
For Private and Personal Use Only