________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમુ
પ્રભુને વિનીતાનગરીના પુરિમતાલ નામના શાખાપુરના ઉદ્યાનમાં જ્યારે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, ત્યારે એક પુરુષે આવીને ભરત મહારાજાને એ શુભ વધામણી આપી. તે જ વખતે એક બીજા પુરુષે આવીને હિરો વધામણી આપી કે – “હે મહારાજા ! આપની આયુધશાલામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું છે'. આ રીતે એકી વખતે બન્ને વધામણી સાંભળી મહારાજ ભરત વિચારમાં પડ્યા કે - “મારે પહેલાં પિતાજીની પૂજા કરવી કે ચક્રરત્નની પૂજા કરવી?' આ પ્રમાણે ક્ષણ વાર વિચાર કરી તેમણે નિર્ણય કર્યો કે - “આલોક અને પરલોકનું સુખ આપનારા પિતાજીની પૂજા કર્યાથી માત્ર આ લોકનું સુખ આપનારા ચક્રની તો પૂજા થઈ ચૂકી” એવી રીતે વિવેકબુદ્ધિથી વિચાર કરીને ભરત મહારાજાએ પ્રભુને વંદન કરવાની તૈયારી કરી. પ્રભુએ જ્યારથી દીક્ષા લીધી ત્યારથી મરુદેવી માતા પુત્રવિરહને લીધે હમેશાં રુદન કર્યા કરતા, અને અવિશ્રાંત અશ્રુજલથી તેમનાં નેત્રોમાં પડલ આવી ગયાં હતાં. વળી ભરતને ઉપાલંભ આપ્યા કરતા કે – “પૌત્ર ભરત ! મારો પુત્ર રાજ્યલક્ષ્મી છોડીને ચાલ્યો ગયો, તેને કેવાં સંકટ પડતા હશે? રાજ્યસુખમાં મગ્ન બનેલો તું તો તેની શોધ પણ કરતો નથી'. એ પ્રમાણે હમેશાં ઠપકો દેતા એવા માતાને હાથી ઉપરબેસાડી સર્વ ઋદ્ધિ સહિત ભરતરાજા પ્રભુને વાંદવા ચાલ્યા. સમવસરણ નજીકમાં આવતા ભરતે કહ્યું કે - “હે માતાજી ! આપના પુત્રની ઋદ્ધિ તો જુઓ ! દેવોએ રચેલા સમવસરણની અંદર વિરાજેલા, ચોત્રીસ અતીશયોથી શોભી રહેલ, સુવર્ણના સિંહાસન પર બેઠેલા, સુરેન્દ્રોથી પૂજાતા, અને સુર-નરોથી પરિવરેલા આ આપના પુત્ર અમૃતમય દેશના
૪૯૬
For Private and Personal Use Only