________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
26
www.kobatirth.org
અને તે નગરીના બહારના ઉદ્યાનમાં કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. તત્કાલ ઉઘાનપાલકે આવીને બાહુબલિને વધામણી આપી. પ્રભુના આગમનના ખબર સાંભળી હર્ષિત થયેલા બાહુબલિએ વિચાર્યું કે - ‘સવારમાં સર્વ સમૃદ્ધિયુક્ત થઈને ઉદ્યાનમાં જઈશ, અને પિતાજીને વંદન કરીશ' એમ વિચારી બાહુબલિએ આખી રાત્રિ મહેલમાં જ વ્યતીત કરી. પ્રભુ પ્રાતઃકાલ થતાં પ્રતિમાસ્થિતિ સમાપ્ત કરીને ત્યાંથી વિહાર કરી ગયા. હવે બાહુબલિ સવાર થતાં સર્વ સમૃદ્ધિ સાથે આડંબરપૂર્વક પ્રભુને વંદન કરવા આવ્યો, પરન્તુ પોતાના આવ્યા પહેલાંજ પ્રભુને વિહાર કરી ગયેલા જાણી તેને ઘણો જ ખેદ થયો. ત્યાર પછી પ્રભુના ચરણબિંબને કોઈ ઉલ્લંઘે નહિ એવી બુદ્ધિથી બાહુબલિ રાજાએ જ્યાં પ્રભુ પ્રતિમાધ્યાને રહ્યા હતા તે સ્થળે રત્નમય ધર્મચક્ર સ્થાપન કર્યું, અને તેની રક્ષા કરનારા માણસો નિયુક્ત કર્યા. પછી તે ધર્મચક્રને ભક્તિપૂર્વક વંદન કરી બાહુબલિ પોતાની નગરીમાં ગયો.
એ પ્રમાણે અસ્ખલિત વિહાર કરતા શ્રીઋષભદેવ પ્રભુને એક હજાર વરસ સુધી છદ્મસ્થપણુ રહ્યું, તેમાં સઘળો મલી પ્રમાદકાલ એક અહોરાત્રી જાણવો.
(નાવ સપાળું માવેમાળફ્સ) એવી રીતે યાવત્ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અસાધારણ ગુણો વડે પોતાના આત્માને ભાવતા શ્રીઋષભદેવ પ્રભુને (ń વાસસહસ્સું વિત) એક હજાર વરસ વીતી ગયાં. (તો Î)
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ
૪૯૪