________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
JINNI
અને વસુધારા એટલે સાડા બારકરોડ સોનૈયાની વૃષ્ટિ; એ પાંચ દિવો પ્રગટ થયાં. આ પ્રમાણે પ્રગટ થયેલા દિવ્યોથી આશ્ચર્ય પામેલા નગરના લોકો તથા તાપસો શ્રેયાંસના મંદિરમાં એકઠા થઈ ગયા. તેમને શ્રેયાંસે જણાવ્યું કે – “હે લોકો ! સદ્ગતિ મેળવવાની ઇચ્છાથી સાધુઓને આ પ્રમાણે એષણીય એટલે નિર્દોષ આહારની ભિક્ષા આપવી જોઈએ”. એવી રીતે આ અવસર્પિણીમાં દાન દેવાનો આચાર પ્રથમ શ્રેયાંસથી પ્રવર્યો. લોકોએ શ્રેયાંસકુમારને પૂછ્યું કે – ‘તમે કેમ જાણ્યું કે દાન આવી રીતે દેવાય?' ત્યારે શ્રેયાંસે પ્રભુ સાથેનો પોતાનો આઠ ભવનો સંબંધ કહી સંભળાવ્યો કે -
પૂર્વભવમાં જ્યારે સ્વામી ઈશાન દેવલોકમાં લલિતાંગ નામે દેવ હતા, ત્યારે હું સ્વયંપ્રભા' નામે તેમની દેવી હતી ? પછી પૂર્વવિદેહમાં પુષ્કલાવતી વિજયને વિષે લોહાર્ગલ નામના નગરમાં પ્રભુ વજજંઘ નામે રાજા હતા, ત્યારે હું તેમની શ્રીમતી નામે રાણી હતી ૨. ત્યાર પછી ઉત્તરકુરુમાં પ્રભુ યુગલિક થયા હતા, ત્યારે હું તેમની યુગલિની હતી ૩. ત્યાંથી અમે બન્ને સૌધર્મ દેવલોકમાં મિત્ર દેવ થયા હતા ૪. ત્યાંથી પ્રભુ અપરવિદેહમાં વૈદ્યના પુત્ર થયા હતા, ત્યારે હું જીર્ણશેઠનો પુત્ર કેશવ નામે તેમનો મિત્ર હતો ૫. ત્યાર પછી અમે બન્ને અશ્રુત દેવલોકમાં દેવ થયા હતા ૬. ત્યાંથી સ્વામી પુંડરીકિણી નગરીમાં વજનાભ નામે
૧. નાગિલ નામે એક દરિદ્રી કુટુંબી હતો તેને નિમિકા નામે પુત્રી હતી. તે નિર્નામિકા મારીને લલિતાંગ દેવની સ્વયંપ્રભા નામે દેવી થઈ હતી.
૪૯૨
For Private and Personal Use Only