________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
ત્યાર પછી (ને સે હેમંતાનું પત્યે માસે) જે આ શીતકાલનો ચોથો મહિનો, (સત્તમે પવચ્ચે) સાતમું પખવાડીયું, (મુળવો) એટલે (તસ્સ નું પમ્બુળવર્તુલક્સ વાસ્ક્રીપયએ ) ફાગણમાસના કૃષ્ણ પખવાડીયાની અગીયારસને દિવસે, (પુનઃજનસમયંસિ) પૂર્વાશ્નકાલસમયે-પ્રાતઃકાલમાં, (પુરિમતાનસ નાસ્ય વહિયા) પુરિમતાલ નામના નગરની બહાર, (સગલમુસિ ઞળંસિ) શકટમુખ નામના ઉદ્યાનમાં, (નોવરપાયવસ્ત ગહે) ન્યગ્રોધ. નામના ઉત્તમ વૃક્ષની નીચે, (ઽમેળ મત્તળ અપાળાં) નિર્જલ એવા અઠ્ઠમ તપ વડે યુક્ત (ઞાસાઢાહૈિં નવચ્ચેત્તેળ નોમુવાળ) ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (જ્ઞાનંતરિયાણ વટ્ટમાળસ) શુક્લધ્યાનના ચાર ભેદોને વિષે પ્રથમના બે ભેદોમાં વર્તતા એવા શ્રીઋષભદેવ પ્રભુને (અનંતે ગાવ) અનંત વસ્તુના વિષયવાળું અથવા અવિનાશી, અને યાવત્ - અનુપમ એવું પ્રધાન કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું. તે કેવલજ્ઞાન અને કેવલદર્શન વડે પ્રભુ સર્વલોકને વિષે તે તે કાલે મન વચન અને કાયયોગમાં યથાયોગ્ય વર્તતા એવા સર્વજીવોના અને ધર્માસ્તિકાય વિગેરે સર્વ અજીવોના સમગ્ર પર્યાયોને (ગાળમાળે પાસમાળે વિજ્ઞરૂ) જાણતા છતા અને દેખતાં છતા વિચરે છે.
૧. ગુજરાતી મહા વદ અગીયારસ. ૨. અયોધ્યા નગરીના એક શાખાપુર એટલે પરાનું નામ પુરિમતાલ હતું. ૩. વટવડલો.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૯૫