________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
1 “આ વિદ્યાઓ વડે વિદ્યાધરની ઋદ્ધિ પામ્યા થકા તમે સ્વજન પરિવાર લઈને વૈતાઢ્ય પર્વત ઉપર જાઓ; |
ત્યાં દક્ષિણશ્રેણિમાં ગૌરેય ગાંધાર વિગેરે આઠ નિકાયો અને રથનૂપુર ચક્રવાલાદિ પચાસ નગર વસાવો; તથા ઉત્તરશ્રેણિમાં પંડક, વંશાલય વિગેરે આઠનિકાયો, અને ગગનવલ્લભાદિ સાઠ નગરો વસાવો”. ત્યાર પછી કૃતાર્થ થયા છતા તે બન્નેએ પોતાના પિતા અને ભરત પાસે જઈ તે હકીકત નિવેદન કરી, અને વૈતાઢ્ય પર્વતની દક્ષિણશ્રેણિમાં નમિ તથા ઉત્તરશ્રેણિમાં વિનમિ રહ્યા.
શ્રી ઋષભદેવ પ્રભુએ દીક્ષા લીધી તે વખતે લોકો અતિશય સમૃદ્ધિશાળી હોવાથી અન્ન-પાનાદિનું દાન આપવાનું જાણતા નહોતા, તેથી ભિક્ષા માટે પધારેલા પ્રભુને તેઓ પૂર્વની પેઠે રાજા જાણી વસ્ત્રો, ઘરેણાં, કન્યા વિગેરે લાવી નિમત્રણ કરતા. આ પ્રમાણે યોગ્ય ભિક્ષા ન મળવા છતાં દીનતારહિત મનવાળા અને પ્રામાનુગ્રામ વિચરતા પ્રભુએ કુરુ દેશના હસ્તિનાપુર નામના નગરમાં પ્રવેશ કર્યો. તે નગરમાં બાહુબલિનો પુત્ર સોમપ્રભ રાજા રાજય કરતો હતો, અને સોમપ્રભનો શ્રેયાંસ નામે પુત્ર યુવરાજપદે હતો. તે શ્રેયાંસકુમારે રાત્રિમાં એવું સ્વપ્ન દેખ્યું હતું કે - “મેં શ્યામવર્ણવાળા મેરુ પર્વતને અમૃતથી ભરેલા કલશોથી સિંચન કર્યો, તેથી તે અત્યંત શોભવા લાગ્યો”. વળી તે નગરના સુબુદ્ધિ નામના નગરશેઠે એવું સ્વપ્ન દેખ્યું હતું કે – સૂર્યમંડલથી ખરી પડેલા હજાર કિરણોને શ્રેયાંસકુમારે પાછા તેમાં સ્થાપન કર્યો, તેથી તે સૂર્યમંડલ અતિ
તો
૪૮૮
For Private and Personal Use Only