________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
3
www.kobatirth.org
જ્યારે પ્રભુએ દીક્ષા લીધા પહેલાં પોતાના સર્વ પુત્રોને જુદા જુદા દેશમાંનાં રાજ્ય વહેંચી આપ્યાં હતાં, ત્યારે કચ્છ અને મહાકચ્છના નમિ અને વિનમિ નામના પુત્રો, કે જેઓને પ્રભુએ પુત્રો પેઠે રાખ્યા હતા તેઓ કાર્યપ્રસંગે દેશાન્તરમાં ગયા હતા; તેથી રાજ્યોની વહેંચણી વખતે હાજર નહોતા. હવે પ્રભુએ દીક્ષા લીધા પછી તેઓ જ્યારે દેશાંતરથી પાછા આવ્યા ત્યારે ભરતરાજાએ રાજ્યનો થોડો ભાગ તેમને આપવા માંડ્યો, પણ તેની અવગણના કરીને તેઓ પોતાના પિતાના વચનથી પ્રભુ પાસે આવ્યા. ‘પ્રભુ નિઃસંગ છે’ એમ ન જાણનારા અને ‘આપણને પ્રભુ જ રાજ્ય આપશે' એમ જાણનારા તેઓ કાઉસગ્ગ ધ્યાને રહેલા પ્રભુની સેવા ક૨વા લાગ્યા. તેઓ પ્રભુની સમીપ ભાગમાં રહેલી ધૂળને શાંત કરવા કમલપત્રોમાં જલ લાવી ચારે તરફ છાંટતા અને પ્રભુ આગળ જાનુપ્રમાણ સુગંધી પુષ્પો પાથરી પંચાંગ પ્રણામ કરી ‘અમોને રાજ્ય આપો' એ પ્રમાણે વિનંતિ કરતા હમેશાં પ્રભુની સેવા કરતા. એક વખતે ધરણેન્દ્ર ભક્તિથી પ્રભુને વંદન ક૨વા આવ્યો. તેણે પ્રભુની સેવા કરતા તથા પ્રભુ પાસે રાજ્યની માગણી કરતા નમિ અને વિનમિને જોઈ સંતુષ્ટ થઈને કહ્યું કે – “હે ભદ્રો ! પ્રભુ તો નિઃસંગ છે, માટે તમે તેમની પાસે રાજ્ય ન માગો; પ્રભુની ભક્તિથી હું જ તમોને રાજ્ય આપીશ”. એ પ્રમાણે કહીને ધરણેન્દ્રે તેમને અડતાલીસ હજાર વિદ્યાઓ આપી, તેઓમાં ગૌરી, ગાંધારી, રોહિણી અને પ્રજ્ઞપ્તિ નામની ચાર મહાવિદ્યા પાઠસિદ્ધ આપી. ત્યાર પછી ધરણેન્દ્રે તેમને કહ્યું કે -
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને ગ
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૮૭