________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
GE
1
W
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
હજાર વરસ સુધી (નિવું) હમેશાં (વોસાW) કાયાની શુશ્રુષા ત્યજી દીધેલી હોવાથી વોસરાવી છે કાયા જેમણે એવા (ચિત્ત) અને પરીષહોને સહન કરવાથી ત્યજી દીધી છે શરીર ઉપરની મમતા જેમણે એવા છતા શ્રી ઋષભદેવ પ્રભુએ જે કોઈ ઉપસર્ગો ઉત્પન્ન થયા તે ઉપસર્ગોને સહન કર્યા. - દીક્ષા લઈને ઘોર અભિગ્રહો ધારણ કરનારા પ્રભુ પ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. તે વખતે લોકો અત્યંત સમૃદ્ધ હોવાથી ભિક્ષા શું? અને ભિક્ષાચર કેવા હોય?” એ હકીકત જાણતા નહોતા. તેથી જેઓએ પ્રભુ સાથે દીક્ષા લીધી હતી, તેઓ ભિક્ષા ન મળવાથી ભૂખ વિગેરેથી પીડિત થયા થકા પ્રભુને આહારનો ઉપાય પૂછવા લાગ્યા, પણ મૌનધારી પ્રભુએ કાંઈ ઉત્તર આપ્યો નહિ. ત્યારે તેઓએ કચ્છ અને મહાકચ્છ પાસે જઈ તેમને વિજ્ઞપ્તિ કરી, તેઓ બોલ્યા કે - “જેમ તમે કાંઈ જાણતા નથી તેમ અમે પણ આહારનો વિધિ જાણતા નથી. આપણે દીક્ષા લેતી વખતે પ્રભુને પહેલેથી પૂછ્યું નહિ, હાલમાં તો પ્રભુ મૌન ધરીને રહ્યા છે, કાંઈ જવાબ ન આપતા નથી; અને હવે આહાર વિના પણ રહી શકાતું નથી. વળી ભરતની લજ્જાથી પાછું ઘેર પણ જવું ઠીક નથી, માટે વિચાર કરતાં આપણે વનવાસ કરવો એ જ કલ્યાણકારી છે”. આ પ્રમાણે કચ્છ અને મહાકચ્છનું કથન તેઓને ઠીક જણાયું, તેથી તેઓ એકસમ્મત થઈ પ્રભુનું જ ધ્યાન ધરતા છતા ગંગાનદીને કાંઠે વનમાં રહ્યા, અને ત્યાં વૃક્ષો પરથી ખરી પડેલા એવા પાકેલા ફળ, ફૂલ, પાંદડાં વિગેરે ખાનારા તથા | મસ્તકના અને દાઢી-મૂછના કેશને સાફ ન કરતા હોવાથી જટાધારી તાપસ થયા.
૪૮૬
For Private and Personal Use Only