________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
WE
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમુ.
પથા
A નાભિકુલકર પાસે જઈ રાજાની માગણી કરી, ત્યારે નાભિકુલકરે કહ્યું કે - “તમારો રાજા ઋષભ જ થાઓ. તે સાંભળી હર્ષ પામેલા યુગલીયાઓ પ્રભુ પાસે જઈ તે હકીકત નિવેદન કરી પ્રભુનો રાજ્યાભિષેક કરવા માટે પાણી લેવા સારુ સરોવર તરફ ગયા. આ વખતે શક્રેન્દ્રનું સિંહાસન કંપ્યું, તે અવધિજ્ઞાનથી પ્રભુનો રાજયાભિષેક જાણી અને પ્રથમ તીર્થકરને રાજ્યાભિષેક કરવાનો પોતાનો આચાર જાણી તુરત દેવો સહિત પ્રભુ પાસે આવ્યા. પછી તે સૌધર્મેન્દ્ર સુવર્ણની વેદિકા કરી તે ઉપર સિંહાસન સ્થાપ્યું, અને દેવોએ લાવેલા તીર્થજલ વડે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી તેણે પ્રભુને દિવ્ય વસ્ત્રો પહેરાવ્યાં, અને યોગ્ય સ્થળે રત્નના અલંકારો તથા મસ્તક ઉપર મુગટ પહેરાવી પ્રભુનો રાજ્યાભિષેક કર્યો. એટલામાં યુગલીયા કમલના પત્રમાં જલ લઈને આવ્યા, તેઓ પ્રભુને દિવ્ય વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થઈ સિંહાસન પર બેઠેલા દેખી વિસ્મય પામ્યા. દિવ્ય વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થયેલા સ્વામીના મસ્તક ઉપર જલ નાખવું ન ઘટે” એમ ક્ષણવાર વિચાર કરીને તેઓએ પ્રભુના ચરણ ઉપર તે જલ નાખ્યું. તે દેખી સંતુષ્ટ થયેલા ઇન્દ્રવિચાર્યું કે - “અહો ! આ મનુષ્યો વિનીત એટલે વિનયવાળા છે' એમ વિચારી તેણે કુબેરને આજ્ઞા કરી કે - “અહીં બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી એવી વિનીતા નગરી બનાવો, એ પ્રમાણે કુબેરને આજ્ઞા કરી ઇન્દ્ર પોતાને સ્થાને ગયો. ઇન્દ્રની આજ્ઞા મુજબ કુબેરે બાર યોજન લાંબી અને નવ યોજન વિસ્તારવાળી, રત્ન અને સુવર્ણમય હવેલીઓની પંક્તિથી તથા ફરતા કિલ્લાથી સુશોભિત એવી વિનીતા નગરી વસાવી.
૪૭૫
For Private and Personal Use Only