________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
%
કલ્પસૂત્ર ભાષાંતર
2િ ઉપાયો કરવા લાગ્યા. હવે એવામાં એક વખતે વૃક્ષો ઘસાવાથી નવીન અગ્નિ ઉત્પન્ન થયો, અને તૃણ- 2િ સપ્તમ કાષ્ઠાદિકને બાળતાં તે અગ્નિની જવાળાઓ વધવા લાગી. કોઈ પણ વખત ન દેખેલા તે અગ્નિને જોઈ વ્યાખ્યાનમુ વિસ્મિત થયેલા યુગલીયાઓએ નવીન રત્નની બુદ્ધિથી તેને ગ્રહણ કરવાને હાથ લાંબા કર્યા, પણ ઉલટા નું તેઓ બળવા લાગ્યા. અગ્નિથી હાથે દાઝેલા તેઓએ ભયભીત થઈ પ્રભુ પાસે આવી તે વાત જણાવી. પ્રભુએ અગ્નિની ઉત્પત્તિ જાણી તેઓને કહ્યું કે – “હે યુગલિકો ! એ અગ્નિ ઉત્પન્ન થયો છે; માટે હવે તમે || તે અગ્નિમાં ચોખા વિગેરે ધાન્ય સ્થાપન કરીને પછી ખાઓ, જેથી તે ધાન્ય તમોને સુખેથી પચશે”. આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી અજીર્ણથી કંટાળેલા તેઓ હર્ષ પામ્યા, પણ પકાવવાનો અભ્યાસ ન હોવાથી ઉપાયને બરોબર રીતે ન જાણતા એવા તેઓ ચોખા વિગેરે ધાન્યને અગ્નિમાં નાખી કલ્પવૃક્ષ પાસેથી જેમ ફળો માગતા હતા તેમ અગ્નિ પાસેથી તે ધાન્ય માગવા લાગ્યા ! પરન્તુ અગ્નિથી તે બધુ ધાન્ય તદ્દન બળી | ગયેલું જોઈને “અરે ! આ પાપાત્મા તો વેતાલની પેઠે અતૃપ્ત જ રહ્યો છતો પોતે જ બધું ખાઈ જાય છે, આપણને કાંઈ પણ પાછું આપતો નથી, માટે તેનો આ અપરાધ સ્વામીને કહી તેને શિક્ષા કરાવશું” આ પ્રમાણે બોલતા છતા અને અગ્નિને શિક્ષા કરાવવાની બુદ્ધિવાળા તે ભોલા મનુષ્યો પ્રભુ પાસે જવાને ચાલ્યા. તેઓ રસ્તામાં ચાલતાં પ્રભુને હાથી ઉપર બેસીને સામા આવતા જોઈ પ્રભુને યથાસ્થિત હકીકત નિવેદન કરતા બોલ્યા કે – “હે સ્વામિન્ ! એ અગ્નિ તો નાખેલા સમગ્ર ધાન્યને કોઈ પેટભરાની પેઠે ભૂખાળવો થઈ છે એકલો જ ખાઈ જાય છે!, અમને કાંઈ પણ પાછું આપતો નથી”. પ્રભુએ કહ્યું કે – “તમારે વાસણ વિગેરેના
૪૭૭
For Private and Personal Use Only