________________
Shri Mahavir Jain Aradhana Kendra
WOLENN
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
કલ્પસૂત્ર ભાષાંતર
સર્વ રાજાઓમાં પ્રથમ રાજા શ્રી ઋષભદેવ પ્રભુ પોતાના સંતાનની પેઠે પ્રજાનું પાલન કરવા લાગ્યા, સપ્તમ તથા ઉંચી જાતના ઘોડા, હાથી, બળદ અને ગાયો વિગેરેનો સંગ્રહ કર્યો. વળી ઉગ્ર, ભોગ, રાજન્ય અને વ્યાખ્યાનનું ક્ષત્રિયરૂપ ચાર કુલ સ્થાપ્યાં; તેઓમાં જેઓ ઉગ્ર દંડ કરનારા હતા તેઓને ઉગ્રકુલમાં સ્થાપ્યા, તે | આરક્ષકસ્થાનીય એટલે કોટવાલ પ્રમુખ જાણવા. જેઓ ભોગને યોગ્ય હતા તેમને ભોગકુલમાં સ્થાપ્યા, તે ગુરુસ્થાનીય જાણવા. જેઓ સમાન વયવાળા હતા તેમને રાજન્યકુલમાં સ્થાપ્યા, તે મિત્ર-સ્થાનીય જાણવા. [la અને બાકીના પ્રધાન પ્રજાલોકને ક્ષત્રિયકુલમાં સ્થાપ્યા. - હવે કાલની ઉત્તરોત્તર હાનિથી શ્રી ઋષભદેવ પ્રભુના વખતમાં કલ્પવૃક્ષનાં ફળો મળતાં નહોતાં, તેથી જેઓ અવાકુવંશના હતા તેઓ શેરડી ખાતા, તથા બીજાઓ પ્રાયઃ વૃક્ષોનાં પત્ર, પુષ્પ અને ફલાદિ ખાતા. વળી તે વખતે અગ્નિ ન હોવાથી તેઓ ચોખા વગેરે ધાન્ય કાચું ખાતા, પરન્તુ કાલના પ્રભાવથી તે ન પચવાથી થોડું થોડું ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી તેઓ પ્રભુના કહેવા પ્રમાણે ચોખા પ્રમુખ ધાન્યને હાથથી મસળીને તેનાં ફોતરાં કાઢી નાખીને ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી તેઓ પ્રભુના કહેવા પ્રમાણે ધાન્યને હાથથી મસળીને તેનાં ફોતરાં કાઢી નાખી પાંદડાના પડીયામાં જલથી ભીંજાવીને ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી તેઓ પૂર્વોક્ત વિધિ પ્રમાણે ધાન્યને જલથી ભીંજાવી કેટલીક વખત મૂઠીમાં ગરમી લાગે તેમ રાખી પછી ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી પૂર્વોક્ત વિધિ પ્રમાણે ધાન્યને જલથી ભીંજાવી કેટલોક | વખત કાંખમાં ગરમી લાગે તેમ રાખી પછી ખાવા લાગ્યા. આ પ્રમાણે ધાન્યને પચાવવા તેઓ ઘણા ઘણા
४७६
For Private and Personal Use Only