________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યવધાન વડે ધાન્યને અગ્નિ ઉપર પકાવવું જોઈએ, વાસણને અગ્નિ ઉપર રાખી તેમાં ધાન્યને પકાવી પછી સપ્તમે ભક્ષણ કરો”. એમ કહીને તે વખતે પ્રભુએ યુગલિકો પાસે જ ભીની માટીનો પિંડ મંગાવ્યો. તે પિંડને વ્યાખ્યાનમ્ હાથીના કુંભસ્થલ ઉપર મૂકાવી મહાવત પાસે તેનું વાસણ બનાવરાવીને પ્રભુએ પહેલું કુંભારનું 'શિલ્પ પ્રગટ કર્યું. પછી તેઓને પ્રભુએ કહ્યું કે - “આવી રીતે બીજાં પણ પાત્રો બનાવો, અને તેને અગ્નિ ઉપર રાખી તેમાં ધાન્યોને પકાવી પછી ભક્ષણ કરો'. પ્રભુએ બતાવેલી કલાને બરોબર ધ્યાનમાં લઈને યુગલીયાઓ યથા તે પ્રમાણે વાસણ બનાવવા લાગ્યા, એવી રીતે પહેલી કુંભારની કલા પ્રવર્તી. ત્યાર પછી પ્રભુએ લુહારની, ચિતારાની, વણકરની અને નાપિતની કલારૂપ ચાર કલાઓ પ્રગટ કરી. આ પાંચ મૂલ શિલ્પોના પ્રત્યેકના - વીસ ભેદ થવાથી એક સો શિલ્પો થયાં.
(૩મે જે ન શોતિ) અહંનું કૌશલિક શ્રી ઋષભદેવ પ્રભુ (૯) સર્વ કલાઓમાં કુશલ હતા વળી પ્રભુ કેવા ? - ( પ) કરેલી હિતકર પ્રતિજ્ઞાનો સમ્યક પ્રકારે નિર્વાહ કરનારા, (ર) અત્યંત સુંદર રૂપવાળા, (૩૫ત્નીને) સર્વ પ્રકારના ગુણોથી યુક્ત બનેલા, અથવા ઇન્દ્રિયોને કાબુમાં રાખનારા, (મ) સરલ પ્રકૃતિવાળા, (વિ) અને વડીલોનો વિનય કરનારા હતા. આવા પ્રકારના વિશેષણોથી વિભૂષિત પ્રભુ (વીસ પુળસીસદસા) વીસ લાખ પૂર્વ સુધી (મારવાસમત્તે વસ) કુમાર અવસ્થાની
૧. કલા. ૨. વાળંદની. ૩. કલાઓના.
૪૭૮
For Private and Personal Use Only