________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shei Kailassagarsuri Gyanmandir
TAE
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
ઉલ્લંઘે નહિ, તેમ હકાર શબ્દથી શિક્ષા કરેલા યુગલીયા તેની મર્યાદા ઉલ્લંઘતા નહિ. ત્યાર પછી અનુક્રમે વધારે પડતો કાલ આવતો ગયો, તેથી યશસ્વી નામના ત્રીજા કુલકર અને અભિચંદ્ર નામના ચોથા કુલકરના વખતમાં યુગલીયાઓ તે હકારરૂપ દંડનીતિનું ઉલ્લંઘન કરવા લાગ્યા. તેથી તે ત્રીજા અને ચોથા કુલકરના વખતમાં થોડો અપરાધ થતાં હકારરૂપ દંડનીતિ અને મોટો અપરાધ થતાં મકારરૂપ દંડનીતિ થઈ. ત્યાર પછી તેથી પણ વધારે પડતો કાલ આવ્યો, અને યુગલીયાઓ તે બન્ને દંડનીતિને ગણકારવા ન લાગ્યા, તેથી પ્રસેનજિતું નામના પાંચમા કુલકર મરુદેવા નામના છઠા કુલકર અને નાભિ નામના સાતમા કુલકરના વખતમાં અલ્પ અપરાધ થતાં હકારરૂપ દંડનીતિ, મધ્યમ અપરાધ થતાં મકાર દંડનીતિ, અને ઉત્કૃષ્ટ અપરાધ થતાં ધિક્કારરૂપ દંડનીતિ થઈ. નાભિ કુલકર યુગલીયાઓનો અપરાધ થતાં તેમને એ ત્રણે દંડનીતિ વડે શિક્ષા કરતા. પરનું પડતા કાલના પ્રભાવથી યુગલીયાઓમાં ક્રોધાદિ કષાયો અધિક વધવા લાગ્યા, તેથી તેઓ એ ત્રણે દંડનીતિનું ઉલ્લંઘન કરવા લાગ્યા. દિવસે દિવસે અપરાધો વધવા લાગ્યા, તેથી યુગલીયાઓએ એક્કા થઈ પ્રભુને જ્ઞાનાદિ ગુણો વડે અધિક જાણી તેમને તે હકીકત નિવેદન કરી. પ્રભુએ કહ્યું કે - “લોકમાં જેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તેમને શિક્ષા કરનાર રાજા હોય છે, અને તે રાજા અભિષેક કરેલો તથા પ્રધાન વિગેરેથી પરિવરેલો હોય છે”. આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી યુગલીયા બોલ્યા કે - “અમારો પણ આવો જ રાજા હો'. પ્રભુએ કહ્યું કે – ‘તમે નાભિકુલકર પાસે જઈ તેમની પાસે તેવા રાજાની માગણી કરો'. ત્યાર પછી યુગલીયાઓએ
४७४
For Private and Personal Use Only