________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
દેવલોકથી ચ્યવી મરુદેવીની કુખથી જન્મેલા શ્રીઋષભદેવ પ્રભુ અદ્ભુત સ્વરૂપવાળા હતા. અનેક દેવ-દેવીથી પરિવરેલા અને સકલ ગુણો વડે તે યુગલિક મનુષ્યોથી પરમ ઉત્કૃષ્ટ એવા પ્રભુ અનુક્રમે વધવા લાગ્યા. બાલ્યાવસ્થામાં પ્રભુને જ્યારે આહારની અભિલાષા થતી ત્યારે દેવે સંક્રમાવેલા અમૃતના રસવાળા અંગુઠાને પ્રભુ મુખમાં નાખતા, એવી રીતે બીજા તીર્થંકરો પણ બાલ્યાવસ્થામાં આહારની અભિલાષા થતાં દેવે સંક્રમાવેલા અમૃતના રસવાળા અંગુઠાને પોતાના મુખમાં નાખે છે, અને બાલ્યાવસ્થા વ્યતીત થતાં તેઓ અગ્નિથી પકાવેલા આહારનું ભોજન કરે છે; પણ શ્રીઋષભદેવે તો દીક્ષા લીધી ત્યાં સુધી દેવોએ આણેલાં ઉત્તરકુરુક્ષેત્રનાં કલ્પવૃક્ષનાં ફળોનું ભોજન કર્યું હતું.
હવે પ્રભુની ઉમ્મર એક વરસથી કાંઈક ઓછી હતી ત્યારે “પ્રથમ તીર્થંકરના વંશની સ્થાપના કરવી એ શક્રનો આચાર છે” એમ વિચારી; તથા ‘સ્વામી પાસે ખાલી હાથે કેમ જાઉં ?' એમ વિચારી શક્રેન્દ્ર એક મોટી ઇક્ષુયષ્ટિ' લઈને નાભિકુલકરના ખોળામાં બેઠેલા પ્રભુ પાસે આવીને ઉભા રહ્યા, ઇક્ષુયષ્ટિ દેખી હર્ષિત વદનવાલા પ્રભુએ પોતાનો હાથ લાંબો કર્યો, ત્યારે સ્વામીના ભાવને જાણનાર ઇન્દ્રે પ્રભુને પ્રણામ કરી ‘આપ ઇક્ષુ ખાશો ?’ એમ કહી ભેટણાની પેઠે તે ઇક્ષુ-લતા સ્વામીને અર્પણ કરી. ત્યાર પછી “પ્રભુને ઇક્ષુનો
૧. શેરડીનો સાંઠો.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ
૪૭૧