________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharva Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
નવ માસ બરાબર સંપૂર્ણ ( મા રારિયા) અને ઉપર સાડા સાત દિવસ ગયા બાદ (ગાવ-માસાહૈિં નવત્તે રોગમુવામા) યાવતુ-મધ્યરાત્રિને વિષે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (કારો) આરોગ્યવાળી એટલે જરા પણ પીડા રહિત એવી તે મરુદેવી માતાએ (કારો સાથં પાય) આરોગ્ય એટલે અબાધા રહિત એવા પુત્રનો જન્મ આપ્યો ૨૦૮.
(વેવ સર્વ) અહીં તે જ પ્રમાણે સર્વ કહેવું. એટલે શ્રી ઋષભદેવપ્રભુનો જન્મ થતાં છપ્પન દિíમારીઓનું આવવું, ચોસઠ ઇન્દ્રોએ મળી પ્રભુનો જન્માભિષેક કરવો, વિગેરે બધું શ્રીમહાવીર પ્રભુની પેઠે સમજવું. (નાવ સેવા તેમ જ વસુદરવા વહિંસુ) યાવત્ દેવો અને દેવીઓએ વસુધારાની વૃષ્ટિ કરી. (સે તદેવ વારસોહ-માજીપુછવદ્ધ-સુવમય-રિરિક કૂવન્ને સર્વ માળિયત્ન) વળી કેદખાનાની શુદ્ધિ છે કરવી, એટલે કેદખાનામાંથી કેદીઓને મુક્ત કરવા; માન-ઉન્માનની વૃદ્ધિ કરવી-માપનો વધારો કરવો; જકાત માફ કરવી વિગેરે કાર્યો કરવા; કુલમર્યાદા પાળવી; તથા ધોંસરા ઉંચા કરાવવા, એટલે ખેડવું, ગાડી હાંકવી પ્રમુખ આરંભનાં કાર્યો બંધ રખાવવાં; ઇત્યાદિ અધિકાર છોડી દઈને બાકીનું બધું તે જ પ્રમાણે કહેવું, એટલે શ્રી મહાવીર સ્વામીના સંબંધમાં આવેલા પાઠ મુજબ સમજવું.
૧. કેમકે તે વખતે કેદખાનું વ્યાપારપ્રવૃત્તિ વિગેરે નહોતુ.
૪૭)
For Private and Personal Use Only