________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
તિથિને વિષે (સન્વસિદ્ધાઓ મહાવિમાળો તિત્તીસંસારોવદ્યાઓ) જ્યાં દેવોની સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે, એવા સર્વાર્થસિદ્ધ મહાવિમાન થકી (સદંતર થયું પત્તા) આંતરા વિના ચ્યવન કરીને, (રૂદેવ નંવૂદ્દીને રીવે) આ જ જંબુદ્વીપ નામના દ્વીપને વિષે (મારદે વાસે) ભરતક્ષેત્રમાં (વાળમૂમી) ઇક્ષ્વાકુ નામની ભૂમિને વિષે (નામિનગરસ્ક મરુદેવા મારિયા) નાભિ કુલકરની મરુદેવા ભાર્યાની કુખને વિષે (પુવત્તાવmાનસમયંસિ) મધ્યરાત્રિમાં (આહારવવતી!) દેવસંબંધી આહારનો ત્યાગ કરીને (જ્ઞાવ-) યાવત્ દેવસંબંધી ભવનો ત્યાગ કરીને અને દેવસંબંધી શ૨ી૨નો ત્યાગ કરીને, ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (ન્મત્તાણુ વયંતે) ગર્ભપણે ઉત્પન્ન થયા ૨૦૬
(સમે ાં ગરહા હોસનિy) અર્હન્ કૌશલિક શ્રીઋષભદેવ (તિજ્ઞાળોવાણ આવિ ધ્રુત્યા) મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન સહિત હતા. (ä ના-) તે આ પ્રમાણે – (ચસ્લામિ ત્તિ ગાળ) પોતાનું દેવવિમાનમાંથી ચ્યવન થવાનું હતું ત્યારે ‘હું દેવવિમાનમાંથી ચ્યવીશ' એ પ્રમાણે શ્રીઋષભદેવ પ્રભુ જાણે છે. (ગાવ-) યાવત્-‘હું ચ્યવું છું’ એ પ્રમાણે જાણતા નથી, કારણ કે - વર્તમાનકાલ એક સમયનો – અતિસૂક્ષ્મ છે. ‘હું ચ્યવ્યો' એ પ્રમાણે જાણે છે, જે રાત્રિને વિષે શ્રીઋષભદેવ પ્રભુનો જીવ મરુદેવીની કુખમાં આવ્યો, તે
૧. ગુજરાતી જેઠ વદી ચોથ. ૨. તે વખતે ગામ, નગર વિગેરે નહોતાં.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ
૪૬૮