________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
hri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
| (સેસંગદા સીયતા) બાકીનો પાઠ શ્રીશીતલનાથ પેઠે સમજવો. (તે ૨ ) અને તે આ પ્રમાણે - તિવાસનવમીમાંસાદિયવાયાનીસવાસ-સર્દિ ડ્રી) શ્રી અજિતનાથના નિર્વાણ પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ પછી અને સાડા આઠ માસ ન્યૂન એવા પચાસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં ત્યારે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રી અજિતનાથના નિર્વાણ પછી ત્રીસ લાખ કોટિ સાગરોપમે શ્રીસંભવનાથનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા વીસ લાખ કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૨) II - શ્રી ઋષભદેવના નિર્વાણ પછી બેંતાલીસ હજાર વરસ ન્યૂન એવા એક કોટાકોટિ સાગરોપમે શ્રી મહાવીર નિર્વાણ પામ્યા. એટલે ઋષભદેવના નિર્વાણ પછી ત્રણ વરસ અને સાડા આઠ માસ અધિક એવા પચાસ લાખ કોટિ સાગરોપમે શ્રીઅજિતનાથનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા પચાસ લાખ કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૧) ૨૦૩ll.
હવે આ અવસર્પિણીમાં ધર્મના પ્રથમ પ્રવર્તક હોવાથી પરમ ઉપકારી એવા ઋષભદેવનું ચરિત્ર કાંઈક વિસ્તારથી કહે છે -
४EE
For Private and Personal Use Only