________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
શ્રીનેમિકુમાર કૌતુક રહિત હતા; છતાં એક વખતે મિત્રો વડે પ્રેરાયેલા પ્રભુ ક્રીડા કરતા છતા કૃષ્ણવાસુદેવની
સપ્તમ આયુધશાળામાં ગયા. ત્યાં કૌતુક દેખવાને ઉત્સુક થયેલા મિત્રોની વિનંતીથી શ્રીનેમિકુમારે કૃષ્ણના ચક્રને કિ વ્યાખ્યાનમ્ આંગળીના અગ્રભાગ ઉપર કુંભારના ચાકડાની પેઠે ફેરવ્યું, શાગ ધનુષ્યને કમળના નાળચાની પેઠે નમાવ્યું, કૌમુદિકી નામની ગદાને લાકડીની પેઠે ઉપાડી પોતાના ખભા ઉપર રાખી, અને પાંચજન્ય શંખને પોતાના મુખ પર ધરી પૂર્યો-વગાડ્યો. તે વખતે શ્રીનેમિકુમારના મુખકમલથી પ્રગટ થયેલા પવન વડે પાંચજન્ય શંખ વર્ષ પુરાયે છતે ગજેન્દ્રો બંધનતંભોને ઉખેડી સાંકળો તોડી ઘરોની પંક્તિને ભાંગતા નાસવા લાગ્યા, કૃષ્ણના ઘોડાઓ બંધનો તોડી અશ્વશાળામાંથી નાશી દોડવા લાગ્યા, આખું શહેર બહેરું બની ગયું, નગરજનો ત્રાસ પામ્યા, અને શસ્ત્રશાળાના રક્ષકો મૃત થયા હોય તેમ પડી ગયા. આવા પ્રકારનો શંખધ્વની સાંભળી “કોઈ શત્રુ ઉત્પન્ન થયો જણાય છે એવા વિચારથી વ્યાકુળ ચિત્તવાળા કૃષ્ણ તુરત આયુધશાળામાં આવ્યા, ત્યાં છે શ્રીનેમિકુમારને દેખી આશ્ચર્ય પામ્યા. પછી પોતાની ભુજાના બળની તુલના કરવા માટે કૃષ્ણ નેમિકુમારને કહ્યું કે – “હે બંધુ! આપણે બળની પરીક્ષા કરીએ'. નેમિકુમારે તેમ કરવા સ્વીકાર્યું, એટલે કૃષ્ણ નેમિકુમાર સાથે મલ્લના અખાડામાં આવ્યા. પ્રકૃતિથી દયાળુ એવા નેમિકુમારે વિચાર્યું કે – “જો હું છાતીથી ભુજાથી કે ચરણથી કૃષ્ણને દબાવીશ તો તેના શા હાલ થશે?, તેથી જેવી રીતે તેને અનર્થ ન થાય, અને મારી ભુજાના જ બળને જાણે; તેવી રીતે કરવું યોગ્ય છે”. આ પ્રમાણે વિચાર કરી નેમિકુમારે કૃષ્ણને કહ્યું કે – “હે બંધુ !
૪૨૭
For Private and Personal Use Only