________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
CHERSY ||૧|
www.kobatirth.org
વારંવાર પૃથ્વી પર આલોટવા વિગેરેથી જે યુદ્ધ કરવું તે તો સાધારણ માણસનું કામ છે, માટે બળની પરીક્ષા માટે પરસ્પર ભુજાના નમાવવા વડે જ આપણું યુદ્ધ થવું જોઈએ'. કૃષ્ણે તે વાત સ્વીકારીને તુરત પોતાની ભુજા લાંબી કરી. કૃષ્ણે લાંબા કરેલા બાહુને નેમિકુમારે તો નેતરની લતાની પેઠે અથવા કમલના નાલવાની પેઠે લીલામાત્રમાં તુરત વાળી નાખ્યો. પછી નેમિકુમારે પોતાની વામભુજા ધરી રાખી.
“शाखानिभे नेमिजिनस्य बाहौ ततः स शाखामृगवद् विलग्नः । चक्रे निजं नाम हरिर्यथार्थम्, उद्यद्विषादद्विगुणाऽसितास्यः || १ || ”
તે વખતે કૃષ્ણ તો વૃક્ષની શાખા જેવા શ્રીનેમિજિનના બાહુને વિષે વાંદરાની પેઠે લટકી રહ્યા, તેથી ઉત્પન્ન થતા ખેદને લીધે બમણા કાળા થયેલા મુખવાળા હરિએ (કૃષ્ણ) પોતાનું નામ હિર (વાંદરો) યથાર્થ કર્યું ॥ ૧॥
કૃષ્ણે પોતાનું બળ ઘણી રીતે અજમાવ્યું, છતાં પ્રભુના ભુજાદંડને જરા પણ નમાવી શક્યા નહિ. છેવટે પ્રભુનો બાહુસ્તંભ છોડી પોતાનું વિલખાપણું ઢાંકી દેતા કૃષ્ણ નેમિકુમારને આલિંગન દઈ આ પ્રમાણે બોલ્યા કે – ‘પ્રિયબંધુ ! જેમ બલભદ્ર મારા બળથી જગતને તૃણ સમાન માને છે, તેમ હું તમારા બળથી જગતને તૃણ સમાન ગણું છું' એ પ્રમાણે કહી નેમિકુમારને વિસર્જન કર્યા. પછી ખિન્ન થયેલા ચિત્તવાળા કૃષ્ણ ચિંતાતુર
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને મા થી પણ 427 C
સપ્તમં વ્યાખ્યાનમ
૪૨૮