________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લા
હવે વાજિંત્રોના શર સહિત આખીઓની વચ્ચે ત્રિકુમારને જોઈથવા શું સંશોધ
છે
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
હવે વાજિંત્રોના શબ્દ સાંભળી રાજીમતી પણ માતાના ઘરમાંથી નીકળી સખીઓ પાસે આવી, અને બોલી કે “હે સખીઓ ! આડંબર સહિત આવતા કોઈ વરરાજાને જેમ તમે જોઈ રહી છો તેમ શું હું પણ જોવા ન પામું ?” એ પ્રમાણે કહી બળથી તે બન્ને સખીઓની વચ્ચે ઊભી રહી. સ્વાભાવિક સૌન્દર્યથી શોભી રહેલા અને રત્નજડિત આભૂષણોથી અધિક દેદીપ્યમાન બનેલા નેમિકુમારને જોઈ રાજીમતી આશ્ચર્ય સહિત વિચારવા લાગી કે – “શું આ તે પાતાલકુમાર છે?, અથવા શું સાક્ષાત્ કામદેવ છે? અથવા શું સુરેન્દ્ર છે?, અથવા શું મારા પુણ્યનો સમૂહ આ મૂર્તિમાનું થઈને આવ્યો છે? જે વિધાતાએ સૌભાગ્ય પ્રમુખ ગુણોથી ભરેલા આવા અનુપમ વરને બનાવ્યો છે, તે વિધાતાના હાથનું હું હર્ષથી લુંછણું કરું છું”. આવી રીતે નેમિકુમાર સામે એકી ટસે જોઈ રહેલી રાજીમતીનો અભિપ્રાય જાણી મૃગલોચનાએ પ્રીતિપૂર્વક હાસ્યથી ચન્દ્રાનનાને કહ્યું કે - સખી ચન્દ્રાનના ! જો કે આ વર સમગ્ર ગુણોથી સંપૂર્ણ છે, છતાં તેમાં એક દૂષણ તો છે જ; પણ વરની અર્થી એવી રાજીમતીના સાંભળતાં તે કહી શકાય નહિ'. ત્યારે ચન્દ્રાનના બોલી કે - “સખી મૃગલોચના! મેં પણ તે જાણ્યું છે પરંતુ અત્યારે તો મૌન જ રહેવું ઉચિત છે”. આવી રીતે પોતાનીજ ની ઉપર હાંસી કરતી સખીઓની વાતચીત સાંભળી રાજીમતી લજ્જાએ કરીને પોતાનું મધ્યસ્થપણું દેખાડતી બોલી કે - “હે સખીઓ ! જગતમાં અદ્ભુત ભાગ્ય-સૌભાગ્ય વડે ધન્ય એવી કોઈ પણ કન્યાનો આ ભર્તાર હો, પરંતુ સમગ્ર ગુણો વડે સુંદર એવા આ વરમાં પણ દૂષણ કાઢવું એ તો દૂધમાંથી પોરા કાઢવા જેવું અસંભવિત જ છે. જેમ ક્ષીરસમુદ્રમાં ખારાશ, કલ્પવૃક્ષમાં કંજુસાઈ, ચંદનવૃક્ષમાં દુર્ગધી, સૂર્યમાં અંધકાર,
train
;િ
૪૩૫
For Private and Personal Use Only