________________
Shri Mahavir Jain Aradhana Kendra
-
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
(ગતરિસારું ઉજ્જયંત-એટલે ગિરનાર પર્વતના શિખર ઉપર (વેસાયવર ૩) વેકસ વૃક્ષની નીચે સપ્તમ (૩૮માં મત્તે ૩પ ) નિર્જલ એવા અઠમ તપ યુક્ત પ્રભુને, (ચિત્તાહિં નવવ્રત્તેજ ગોગમુવા પur)
વ્યાખ્યાનમુ. ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રમાનો યોગ પ્રાપ્ત થતાં (જ્ઞાતરિયાઈ માણસ) શુક્લ ધ્યાનના મધ્યભાગમાં વર્તતાં એટલે શુક્લધ્યાનના ચાર ભેદોને વિષે પ્રથમના બે ભેદોમાં વર્તતા એવા શ્રીઅરિષ્ટનેમિ પ્રભુને (૩wતે શ્રેણી ૩yત્ત) અનંત વસ્તુના વિષયવાળું અથવા અવિનાશી, અને અણુત્તર એટલે અનુપમ એવું ગાવ વતવરનાટૂંસને સમુu) યાવતુ-પ્રધાન કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું. (નાવ - નામાને પાસમાને વિદ) થાવતુ - સર્વલોકને વિષે તે તે કાલે મન વચન અને કાયયોગમાં યથાયોગ્ય વર્તતા એવા સમગ્ર જીવોના અને ધર્માસ્તિકાય વિગેરે સર્વ આજીવોના સમસ્ત પર્યાયોને જાણતા છતા અને દેખતા છતા વિચરે છે.
ગિરનાર ઉપર સહમ્રામ્રવન ઉદ્યાનમાં શ્રીનેમિનાથ પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું તે વખતે ઉદ્યાનપાલકે તત્કાલ કૃષ્ણવાસુદેવ પાસે જઈ તેમને આ શુભ વધામણી આપી. ઉદ્યાનપાલકના મુખથી પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયેલું સાંભળી હર્ષિત થયેલા કૃષ્ણ તેને સાડી બાર ક્રોડ દ્રવ્ય આપ્યું, અને તત્કાલ મોટી સમૃદ્ધિ સાથે પ્રભુને વંદન કરવા આવ્યા. તે વખતે રાજીમતી પણ પ્રભુને વંદન કરવા આવી. આ વખતે પ્રભુની અમૃતમય દેશના સાંભળી પ્રતિબોધ પામેલા વરદત્ત રાજાએ બે હજાર રાજાઓ સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યાર પછી
For Private and Personal Use Only