________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ
(૩મર ૩રિનેમ) અહમ્ શ્રીઅરિષ્ટનેમિએ (૩પન્ન રાઢિયા) દીક્ષા લીધા પછી ચોપન દિવસ સુધી (નિર્ચે હમેશાં (વોસ૮) કાયાની શુશ્રુષા ત્યજી દીધેલી હોવાથી વોસરાવી છે કાયા જેમણે એવા,
વિશે વ્યાખ્યાનમ્ (વિયત્ત) પરીષહોને સહન કરવાથી ત્યજી દીધી છે શરીર ઉપરની મમતા જેમણે એવા છતા દરેક પ્રકારના ઉપસર્ગોને સહન કર્યા. (તે વેવ સર્વ) અહીં શ્રીમહાવીરસ્વામીના સંબંધમાં આવેલા પાઠ મુજબ સર્વ કહેલું. એટલે - શરીર ઉપરની મમતા રહિત એવા શ્રી અરિષ્ટનેમિ પ્રભુએ દેવો, મનુષ્યો અને તિર્યંચોએ કરેલા અનુકૂલ અને પ્રતિકૂલ ઉપસર્ગોને નિર્ભયપણે, ક્રોધરહિતપણે અને દીનતારહિતપણે સહન કર્યા. તેથી પ્રભુ ઈર્યાસમિતિ વિગેરે સમિતિવાલા, મન વચન અને કાયમુર્તિવાળા, તથા કર્મરૂપી શત્રુનો નાશ કરવાને ઉદ્યત થયા છતા વિચરે છે. આવી રીતે જ્ઞાન-દર્શન અને ચરિત્રાદિ ગુણો વડે આત્માને ભાવતા છતા શ્રીઅરિષ્ટનેમિ પ્રભુને ચોપન દિવસ વીતી ગયા. (ગાવ-પન્નારસ રાય) યાવત્ પંચાવનમાં દિવસની (ઉતરાં વકૃમાસ) મધ્યમાં વર્તતા એવા શ્રીઅરિષ્ટનેમિ પ્રભુને ( જે વાસા તળે મારે) જે આ વર્ષાકાલનો ત્રીજો મહિનો, (પંચમે વ સોયદુ) પાંચમું પખવાડીયું એટલે (ત vi સાસવિદુર્લસ પન્નરસીવ ) આસો માસના કૃષ્ણ પખેવાડીયાના પંદરમે દિવસે, (દિવસ પછી મે માજ) દિવસના પાછલા ભાગમાં ૧. ગુજરાતી ભાદરવા વદી અમાસને દિવસે.
૪૪૫
For Private and Personal Use Only