________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
હવે એક વખતે સાધ્વી શ્રી રાજીમતી બીજી સાધ્વીઓ સાથે પ્રભુને વંદન કરવા ગિરનાર પર જતી હતી. માર્ગમાં ચાલતાં અતિશય વરસાદ થવાથી બીજી સાધ્વીઓ જુદે જુદે સ્થાને વીખરાઈ ગઈ. વરસાદના જલથી ભીંજાયેલ વસવાળી રાજીમતી પણ જલના ઉપદ્રવ રહિત સ્થાનને શોધતાં એક ગુફામાં દાખલ થઈ, અને તે ગુફામાં પહેલેથી દાખલ થયેલા રથનેમિને ન જાણતાં તેમણે પોતાનાં ભીંજાયેલાં વસ્ત્રો સૂકવવાને ચારે તરફ નાખ્યાં. દેવાંગનાઓના રૂપની પણ હાંસી કરનારા સૌંદર્યવાળી અને સાક્ષાત્ કામદેવની સ્ત્રી જેવી અતી ૨મણીય એવી રાજીમતીને વસ્ત્ર રહિત જોઈ કામવશ થયેલા રથનેમિ તે વખતે પોતાનું મુનિપણું ભૂલી ગયા. શ્રી નેમિનાથથી તિરસ્કાર પામેલો કામદેવ તે વૈરનો બદલો તેમના ભાઈ રથનેમિ પાસે જાણે લેવા આવ્યો હોયની ! એવા નીચ કામદેવે રથનેમિને મર્મમાં હણ્યા, અને કામવિલ બનેલા રથનેમિ કુલલજ્જા તથા ધીરજ છોડી રાજીમતીને કહેવા લાગ્યા કે –
“કવિ સુરિ ! વિંદ વેદઃ, શોષ્યતે તપસા ત્વચા ? । સર્વાત્મોનસંયોગ-યોગ્યઃ સૌમાગ્યસેવધિ: III आगच्छ स्वेच्छया भद्रे ! कुर्वहे सफलं जनुः । आवामुभावपि प्रान्ते, चरिष्यावस्तपोविधिम् ॥२॥”
“હે સુન્દરિ ! સર્વ અંગના ભોગસંયોગને યોગ્ય અને સૌભાગ્યના ખજાનારૂપ એવા આ તારા અનુપમ દેહને તું તપસ્યા કરી શા માટે શોષાવી નાખે છે ? ।।૧।। માટે હે ભદ્રે ! તારી ઇચ્છાથી તું અહીં આવ, આપણે
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૪૮