________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobairth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
કૃષ્ણ અંજલિ જોડી પ્રભુને પૂછ્યું કે - “હે સ્વામી ! આપના ઉપર રાજીમતીનો આટલો બધો સ્નેહ છે તેનું શું કારણ?' પ્રભુએ ધનવતીના ભવથી આરંભીને તેણીની સાથે પોતાના નવ ભવનો સંબંધ કહી સંભળાવ્યો કે
“હે કૃષ્ણ વાસુદેવ ! પહેલા ભવમાં હું ધન નામે રાજપુત્ર હતો, તે વખતે રાજીમતીનો જીવ ધનવતી નામની મારી પત્ની હતી ૧. બીજા ભવમાં અમે બન્ને પહેલા દેવલોકમાં દેવ અને દેવી થયાં હતાં ૨. ત્રીજા | ભવમાં હું ચિત્રગતી નામે વિદ્યાધર થયો હતો, અને એ રત્નવતી નામની મારી સ્ત્રી થઈ હતી ૩. ચોથા ભવમાં અમે બન્ને ચોથા દેવલોકમાં દેવ થયાં હતાં ૪. પાંચમા ભાવમાં હું અપરાજિત નામે રાજા થયો હતો, અને એ મારી પ્રિયતમા રાણી થઈ હતી ૫. છઠ્ઠા ભવમાં અમે બન્ને અગીયારમા દેવલોકમાં દેવ થયાં હતાં ૬. સાતમા ભાવમાં હું શંખ નામે રાજા થયો હતો, અને એ યશોમતી નામની મારી રાણી થઈ હતી ૭. આઠમા ભવમાં અમે બન્ને અપરાજિત દેવલોકમાં દેવ થયા હતા ૮. તથા આ નવમા ભાવમાં હું નેમિનાથ તીર્થકર છું, અને એ રાજીમતી છે ૯. હે હરિ ! આ પ્રમાણે પૂર્વભવોના સંબંધને લીધે રાજીમતીનો મારા પર સ્નેહ છે'. ત્યારપછી પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો, અને ભિન્ન ભિન્ન સ્થળે વિચરી અનેક ભવ્યોને પ્રતિબોધી અનુક્રમે પાછા રૈવતક પર્વત પર સમવસર્યા. તે વખતે અનેક રાજકન્યાઓ સહિત રાજીમતીએ અને પ્રભુના ભાઈ રથનેમિએ પ્રભુ પાસે દીક્ષા સ્વીકારી.
૪૪૭
૪૪૭
For Private and Personal Use Only