________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
વિડંબના કરી? રાજીમતીનો આવો હૃદયભેદક વિલાપ સાંભળી સખીઓ રોષ સહિત બોલી કે - “હે સખી! | 1 સપ્તમે લોકપ્રસિદ્ધ એક વાત છે તે સાંભળજે, શ્યામ હોય છે તે ભાગ્યે જ સરલ હોય છે, કદાપિ કોઈ શ્યામ સરલ
તે વ્યાખ્યાનમ્ હોય તો સમજવું કે વિધાતાએ ભૂલથી તેને સરલ કર્યો હોય છે, બાકી મોટે ભાગે શામલા વક્ર જ હોય છે. તે પ્રિયસખિ ! આવા પ્રીતિરહિતને વિષે તમે પ્રેમભાવ કેમ કરો છો ? તમારે તેની સાથે શો સંબંધ છે? સ્નેહ uિી વગરના, વ્યવહારથી વિમુખ જંગલી પ્રાણીની જેમ ઘરે રહ્યા છતાં ગૃહવાસમાં બીકણ, દાક્ષિણ્ય વગરના અને સ્વેચ્છાચારી એવા નેમિકુમાર કદિ ચાલ્યા ગયા તો ભલે ગયા. આપણને તેના આવા સ્વભાવની પહેલેથી ખબર પડી તે ઠીક જ થયું, જો કદિ એ તમને પરણીને મમતા રહિત થયા હોય તો પછી કૂવામાં ઉતારીને દોર કાપવા જેવું થાત. હે બહેન ! તમે નેમિકુમારને માત્ર સંકલ્પથી જ અપાયા હતા તેથી જ્યાં સુધી તેમણે તમારું છે હસ્તગ્રહણ કર્યું નથી ત્યાં સુધી તમે કન્યારૂપ જ છો માટે તમે આટલો બધો ખેદ કેમ કરો છો? પ્રીતિને વિષે તત્પર એવો કોઈ બીજો ભર્તાર તમારે માટે શોધી કાઢશું”. સખીઓનાં આવાં વચન સાંભળી રાજીમતી છે પોતાના બન્ને કાન ઢાંકી કહેવા લાગી કે - હે સખીઓ! તમે મને ન સંભળાવવા લાયક વચનો કેમ સંભળાવો | છો? મારા પવિત્ર કુલને કલંક લાગે એવાં અને કૂલટાના કુલને છાજે એવાં વચનો બોલી મને શા માટે સંતH | કરો છો? કદાચ સૂર્ય પશ્ચિમમાં ઊગે, સમુદ્ર મર્યાદા છોડે અને પૃથ્વી પાતાલમાં પેસી જાય; તો પણ હું
४४०
For Private and Personal Use Only