________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
હિ
સ્ત્રીઓને વિષે નથી, પણ મુક્તિરૂપી સ્ત્રીનો સંગમ કરવાને ઉત્કંઠાવાળું અને આસક્ત થયેલું છે; કેમકે જે
સપ્તમ સ્ત્રીઓ રાગીને વિષે પણ રાગ રહિત છે તે સ્ત્રીઓને કોણ સેવે?, પણ મુક્તિરૂપી સ્ત્રી કે જે વિરાગીને વિષે વ્યાખ્યાનમ્ રાગવાળી છે તેની હું ઇચ્છા કરું છું”.
આ ખબર સાંભળી રાજીમતી “હા દૈવ ! આ શું થયું?' એમ કહી વૃક્ષ ખેંચાતાં વેલડીની જેમ મૂચ્છ | પામી પૃથ્વી પર ઢળી પડી. તત્કાલ ભય પામેલી સખીઓ શીતલ જલથી સિંચન કરવા લાગી, પંખાથી પવન વીંજવા લાગી, અને ચંદનરસથી વિલેપન કરવા લાગી; તેથી મહામુશ્કેલી એ રાજીમતી શુદ્ધિમાં આવીને બેઠી થઈ, અને નેત્રમાંથી ચોધાર અશ્રુ વરસાવતી મોટા સ્વરે વિલાપ કરવા લાગી કે - “હે યાદવકુલમાં સૂર્યસમાન છે !, હે નિરુપમ જ્ઞાની! હે જગતના શરણરૂપ!, હે કરુણાનિધિ સ્વામી! મને અહીં છોડીને આપ ક્યાં ચાલ્યા ! હે નાથ ! જો આપના જેવા ટેકીલા મહાશયો પણ કરેલી પ્રતિજ્ઞાનો ભંગ કરશે, તો જરૂર સમુદ્ર પણ મર્યાદા મૂકી દેશે.” વળી પોતાના હૃદયને કહેવા લાગી કે “અરે ધીઠા કઠોર અને નિર્લજ્જ હૃદય ! જ્યારે આપણા નો સ્વામી અન્યત્ર રાગવાલા થયા છે, ત્યારે હજુ પણ તું જીવિતને કેમ ધારણ કરે છે”? વળી નીસાસા મૂકતી છતી રાજીમતી પોતાના સ્વામીને ઉપાલંભ સહિત કહેવા લાગી કે - “હે ધૂર્ત ! સમગ્ર સિદ્ધોએ ભોગવેલી મુક્તિરૂપી ગણિકામાં જો તમે આસક્ત હતા, તો પછી આવી રીતના વિવાહના આરંભથી તમે મને શા માટે
૪૩૯
For Private and Personal Use Only