________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
EN
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનનું
圖
“હે સ્વામી ! આપના વિવાહમાં ભોજન માટે એક્કા કરેલાં પશુઓનો આ સ્વર છે'. સારથિનાં આવાં વચન સાંભળી પ્રભુ વિચારવા લાગ્યા કે - “અરે ! વિવાહોત્સવને ધિક્કાર છે, જેમાં આ જીવો મરણભયથી શોકગ્રસ્ત છે'. એટલામાં “હે સખીઓ ! મારું જમણું નેત્ર કેમ ફરકે છે?' એ પ્રમાણે બોલતી અને મનમાં સંતાપ થવાથી નેત્રમાંથી અશ્રુ વરસાવતી રાજીમતીને સખીઓ કહેવા લાગી કે - “બહેન ! પાપ શાંત થાઓ, અમંગલ હણાઓ, અને બધી કુલદેવીઓ તારું કલ્યાણ કરો' એમ કહીને તે સખીઓ થુથુકાર કરવા લાગી. તે વખતે શ્રીનેમિનાથપ્રભુએ સારથિને કહ્યું કે - “તું અહીંથી રથને પાછો ફેરવ'. આ વખતે શ્રીનેમિનાથ પ્રભુને જોતો છતો એક હરણ પોતાની ગરદનથી હરણીની ગરદન ઢાંકીને ઉભો હતો. અહિ કવિ ઘટના કરે છે કે, પ્રભુને જોઈને હરણ કહેવા લાગ્યો કે - “मा पहरसु मा पहरसु, एयं मह हिययहारिणिं हरिणिं । सामी ! अम्हं मरणा वि, दुस्सहो पियतमाविरहो" ॥१॥
“હે સ્વામી! મારા હૃદયને હરનારી આ મારી હરણીને મારતા નહિ મારતા નહિ, કેમકે મારા મરણ કરતાં તે પણ મારી પ્રિયતમાનો વિરહ દુસ્સહ છે” |ત્યારે હરણી શ્રીનેમિનાથનું મુખ જોઈ હરણ પ્રત્યે બોલી કે – “एसो पसन्नवयणो, तिहुअणसामी अकारणो बंधू । ता विण्णवेसु वल्लह !, रक्खत्थं सब्बजीवाणं" ॥२॥
“પ્રસન્ન મુખમાલા આ તો ત્રણ ભુવનના સ્વામી છે, નિષ્કારણ બંધુ છે, માટે હે વલ્લભ ! સર્વ જીવોનું જ રક્ષણ કરવાને તેમને વિનતિ કરો” |રા આ પ્રમાણે પત્નીએ પ્રેરેલો હરણ પ્રભુને કહેવા લાગ્યો કે -
૪૩૭
For Private and Personal Use Only