________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ana Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ભો હતો કે આમળામાં અને વિનવેલી
સુવર્ણમાં શ્યામતા, લક્ષ્મીમાં દારિદ્ય, અને સરસ્વતીમાં મૂર્ખતા કદાપિ સંભવે નહિ; તેમ આ અનુપમ સપ્તમ વરરાજામાં એક પણ દૂષણ સંભવતુંજ નથી”. તે સાંભળી બન્ને સખીઓ વિનોદપૂર્વક બોલી કે - “હે રાજીમતી ! વ્યાખ્યાનમું પ્રથમ તો વર ગૌરવર્ણવાલો જોવાય, બીજા ગુણો તો પરિચય થયા પછી જણાય; પણ આ વરમાં તો તે ગૌરપણું કાજલના રંગ જેવું દેખાય છે !” તે સાંભળી રાજીમતી બન્ને સખીઓ પ્રત્યે ઈર્ષા સહિત બોલી કે “સખીઓ ! મને આજ સુધી ભમ્ર હતો કે તમે મહાચતુર અને ડહાપણવાળી છો, પણ મારો તે ભ્રમ અત્યારે થિી ભાંગી ગયો છે; કેમ કે સકલ ગુણનું કારણ જે શ્યામપણે ભૂષણરૂપ છે, છતાં તે શ્યામપણાને તમે દૂષણ રૂપે જણાવો છો. હવે તમે સાવધાન થઈને સાંભળો, શ્યામપણામાં અને શ્યામવસ્તુનો આશ્રય કરવામાં ગુણ રહેલા છે, તથા કેવલ ગૌરપણામાં તો દોષ રહેલા છે; કેમકે - ભૂમિ, ચિત્રવેલી, અગર, કસ્તૂરી, મેઘ, આંખની કીકી, કેશ, કસોટી, મશી અને રાત્રિ; એ સર્વે વસ્તુ શ્યામ રંગની છે, પણ મહા ફલવાળી છે; એ શ્યામપણામાં ગુણ કહ્યા. નેત્રમાં કીકી, કપૂરમાં અંગારો, ચન્દ્રમાં ચિહુન, ભોજનમાં મરી, અને ચિત્રમાં રેખા; એ સર્વે કીકી પ્રમુખ શ્યામ પદાર્થો નેત્રાદિ પદાર્થોને ગુણના હેતુભૂત છે; એ શ્યામ વસ્તુઓના આશ્રમમાં ગુણ કહ્યા. વળી લવણ ખારું છે, હીમ દહન કરે છે, અતિ સફેદ શરીરવાળો રોગી હોય છે, અને ચૂનો પરવશ ગુણવાળો છે; એ કેવલ ગૌરપણામાં અવગુણ કહ્યા”.
આવી રીતે તેઓ પરસ્પર વાર્તાલાપ કરી રહી હતી, તેવામાં શ્રીનેમિકુમારે પશુઓનો આર્તસ્વર સાંભળી આક્ષેપપૂર્વક સારથિને પૂછ્યું કે - “હે સારથિ ! આ દારુણ સ્વર કોનો સંભળાય છે?” સારથિએ કહ્યું કે –
૪૩૬
કલાવા
માં આ
For Private and Personal Use Only