________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
વાત સમગ્ર દ્વારિકાનગરીમાં ફેલાઈ ગઈ, અને તેથી લોકો પણ કહેવા લાગ્યા કે - “નેમિકુમારે વિવાહ કરવાનું સ્વીકાર્યું.
ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે ઉગ્રસેન રાજા પાસે જઈ નેમિકુમાર માટે તેમની પુત્રી રાજુમતીનું માગું કર્યું, ઉગ્રસેને ઘણા જ હર્ષથી તે સ્વીકાર્યું. કૃષ્ણ તુરત સમુદ્રવિજય પાસે આવીને ખબર આપ્યા, તે સાંભળી ખુશી થયેલા મહારાજા સમુદ્રવિજય બોલ્યા કે - “હે વત્સ! તમારી પિતૃભક્તિ અને ભ્રાતૃવાત્સલ્ય જોઈ મને ઘણો હર્ષ થાય છે, વળી તમે નેમિકુમારને વિવાહ કરવાનું કબૂલ કરાવી અમારી હંમેશાંની ચિંતાને દૂર કરી છે”. પછી મહારાજા સમુદ્રવિજયે ક્રોપુકિ નામના જ્યોતિષીને બોલાવી લગ્નનો શુભ દિવસ પૂછ્યો. ત્યારે ક્રોપુકિ બોલ્યો કે - ___ “वर्षासु शुभकार्याणि, नाऽन्यान्यपि समाचरेत् । गृहिणां मुख्यकार्यस्य, विवाहस्य तु का कथा ? ॥१॥"
“હે મહારાજા ! વર્ષાકાલમાં બીજાં પણ શુભકાર્યો કોઈ કરતું નથી; તો પછી ગૃહસ્થીઓનું મુખ્ય કાર્ય | જે વિવાહ છે તેની તો વાત જ શી કરવી? ૧” સમુદ્રવિજય બોલ્યા કે – “હે ક્રોકિ! આ વખતે જરા પણ કાલક્ષેપ કરવો યોગ્ય નથી, કારણ કે કુણે ઘણી મહેનતે નેમિકુમારને વિવાહ માટે મનાવ્યા છે. માટે વિવાહમાં વિપ્ન ન થાય એવો જે નજીકનો દિવસ હોય તે કહો”. ત્યારે ક્રોકિએ શ્રાવણ સુદ છઠનો દિવસ કહ્યો. પછી આ એ તિથિ ઉગ્રસેન રાજાને પણ કહેવરાવી. બન્ને ઠેકાણે વિવાહ યોગ્ય સામગ્રીઓ તૈયાર થવા લાગી, કૃષ્ણ
૪૩૩
For Private and Persons Use Only