________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
મેળાવડો, પર્વના ઉત્સવ, ઘરનું કામકાજ, વિવાહનાં કૃત્યો, ઉજેણી, પોંખણું, અને સભા વિગેરે સ્ત્રી વગરનાં શોભતાં નથી''.
લક્ષ્મણા બોલી કે – “સર્વ અંગે સ્નાનાદિ શોભા કરવામાં વિચક્ષણ, પ્રેમરસથી મનોહર, વિશ્વાસનું પાત્ર, અને દુઃખમાં સહાય કરનાર એવું પ્રિયા વિના બીજું કોણ છે ?”
ગૌરીએ કહ્યું કે - “અરે ! અજ્ઞાની પંખીઓ પણ આખો દિવસ પૃથ્વી ૫૨ ભટકીને સાયંકાલે માળામાં પોત-પોતાની સ્ત્રી સાથે સુખપૂર્વક રહે છે, હે દિયર ! શું તમે તે પંખીઓ કરતાં પણ મૂઢ દૃષ્ટિવાળા છો કે gen
જેથી એક પણ સ્ત્રી અંગીકાર કરતા નથી ?”
સુસીમાએ કહ્યું કે - “ઘેર પધારેલા પરોણાઓ અને મુનિરાજોની સેવા-ભક્તિ સ્ત્રી વિના બીજું કોણ કરે ?, અને સ્ત્રી વગરનો પુરુષ શોભા પણ શી રીતે પામે ?, માટે હે દિયર સમજો સમજો, અને પરણીને ગૃહસ્થાવાસ શોભાવો”.
આવી રીતની બીજી પણ ગોપીઓની વાણીની યુક્તિઓથી અને યદુઓના આગ્રહથી મૌન રહેલા પણ પ્રભુને જરા હસતા મુખવાળા જોઈ ‘અનિષિદ્ધમ્ અનુમતમ્ - એટલે નિષેધ કર્યો નહિ માટે માન્યું છે, એવા ન્યાયથી તે ગોપીઓએ હર્ષિત થઈ ઉંચે સ્વરે ઉદ્ઘોષણા કરી કે - ‘નૈમિકુમારે લગ્ન કરવાનું સ્વીકાર્યું. આ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬.
For Private and Personal Use Only
◆式加
સપ્તમં વ્યાખ્યાનમ
૪૩૨