________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તીક્ષ્ણ કટાક્ષબાણ ફેંકવા લાગી, અને કામકલાના વિલાસમાં ચતુર એવી કેટલીક સ્ત્રીઓ મશ્કરી વડે વિસ્મય સપ્તમ પમાડવા લાગી. પછી તો તે બધી સ્ત્રીઓ એ%ી મળી પ્રભુને વ્યાકુલ કરવા માટે સુવર્ણાદિની પીચકારીઓમાં વિવ્યાખ્યાનમ્ સુગંધી જલ ખૂબ ભરી - છાંટવા લાગી, અને રમ્મતમાં તન્મય બની ગયેલી સતત પરસ્પર હસવા લાગી. એટલામાં આકાશમાં દેવવાણી થઈ કે - “હે સ્ત્રીઓ ! તમે ભોળી છો, કેમકે આ પ્રભુને તો બાળપણમાં પણ ચોસઠ ઇન્દ્રોએ મળી યોજનપ્રમાણ પહેલા મુખવાળા મોટા હજારો કલશોથી મેરુપર્વત પર અભિષેક કર્યો હતો, તો પણ તે પ્રભુ જરા પણ વ્યાકુળ થયા નહોતા; તો પછી તમે અતિશય મહેનત કરવા છતાં તે પ્રભુને વ્યાકલ કેમ કરી શકશો ?” પછી શ્રીનેમિકુમાર પણ કૃષ્ણને તથા તે સર્વ ગોપીઓને જલ છાંટવા લાગ્યા, અને કમલપુષ્પોના દડાઓ વડે મારવા લાગ્યા. એવી રીતે વિસ્તારપૂર્વક જલક્રીડા કરી રહ્યા બાદ સરોવરને કાંઠે આવી શ્રીનેમિકુમારને સુવર્ણના સિંહાસન પર બેસાડી બધી ગોપીઓ ચારે તરફ વીંટળાઈને ઉભી રહી.
તેઓમાં રુક્મિણી બોલી કે - “હે નેમિકુમાર ! અત્યંત સમર્થ એવા તમારા ભાઈ તો બત્રીસ હજાર સ્ત્રીઓ સાથે પરણેલા પ્રસિદ્ધ છે, છતાં તમે આજીવિકા ચલાવવાના ભયથી ડરીને કાયર બની એક પણ કન્યાને પરણતા નથી તે અયુક્ત છે ! હે દિયર ! જો સ્ત્રીનું ભરણ-પોષણ તમારાથી નહિ થાય; તો જેમ તમારા ભાઈ પોતાની બત્રીસ હજાર સ્ત્રીઓનું ભરણ પોષણ કરે છે, તેમ તમારી સ્ત્રીનું પણ ભરણ પોષણ છે જરૂર કરશે; તેની ચિંતા કરશો નહિ'.
૪૩૦
For Private and Personal Use Only