________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
છે ત્યાના પેઠે
હોવા છતા આપ
લઈ લી. મુખીની ૨ બલભ
આ નિમિનાથ
વ!
બની વિચારવા લાગ્યા કે - “આ મહા બલિષ્ઠ નેમિકુમાર સારા રાજયને લીલામાત્રમાં લઈ લેશે. ઘણાં કષ્ટો સપ્તમ વેઠી મેળવેલા મારા રાજ્યનો ભોક્તા તો એ જ થશે. સ્થૂલબુદ્ધિવાળા (મૂર્ખ) કેવલ કષ્ટના ભાગી થાય છે, આ વ્યાખ્યાનમ્ પણ ફળ તો બુદ્ધિમાન મેળવે છે, જુઓ, દાંત મુશ્કેલીથી ચૂર્ણ કરે છે, અને જિહુવા ક્ષણવારમાં ગળી જાય છે”. ત્યાર પછી કૃષ્ણ બલભદ્ર સાથે વિચારવા લાગ્યા કે - “હું વાસુદેવ હોવા છતાં વૃક્ષની શાખા સાથે લટકતા પંખીની પેઠે નેમિકુમારની ભુજા સાથે લટકી રહ્યો !, આવા મહાબલિષ્ઠ નેમિકુમાર આપણું રાજય લઈ લેશે; માટે હવે શું કરવું?' આ પ્રમાણે વિચાર કરે છે, તેવામાં આકાશમાં દેવવાણી થઈ કે - “હે હરિ ! ! પૂર્વે શ્રીનમિનાથ તીર્થકરે કહ્યું હતું કે, શ્રીનેમિનાથ નામના બાવીસમા તીર્થંકર કુમાર અવસ્થામાં જ દીક્ષા લેશે'. આવી દેવવાણી સાંભળી કૃષ્ણ નિશ્ચિત થયા, છતાં નિશ્ચય માટે એક વખતે અંતઃપુરથી પરિવરેલા કૃષ્ણ નેમિકુમાર સાથે જલક્રીડા કરવા રૈવતાચલના ઉદ્યાનમાં ગયા. ત્યાં કૃષ્ણ પ્રેમથી પ્રભુને હાથે ઝાલી # સરોવરની અંદર પ્રવેશ કરાવ્યો, અને સુવર્ણની પીચકારીમાં કેસરમિશ્રિત જલ ભરી તે વડે પ્રભુને સિંચવા લાગ્યા. વળી કૃષ્ણ રુક્મિણી પ્રમુખ ગોપીઓને પણ કહી રાખ્યું હતું કે- “તમારે નેમિકુમાર સાથે નિઃશંકપણે જ ક્રીડા કરવી, અને કોઈ પણ રીતે વિવાહની ઇચ્છાવાળા કરવા'. આ પ્રમાણે પોતાના પતિની આજ્ઞાથી તે ગોપીઓ પણ પ્રભુ સાથે ક્રીડા કરવા લાગી. તેઓમાં કેટલીક સ્ત્રીઓ પ્રભુ ઉપર કેસરમિશ્રિત સુગંધી જલ છાંટવા લાગી, કેટલીક સ્ત્રીઓ પુષ્પોના દડાઓથી પ્રભુને વક્ષસ્થલમાં મારવા લાગી, કેટલીક સ્ત્રીઓ હૃદયભેદી
૪૨૯
For Private and Personal Use Only