________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નેય) તથા પ્રભુનો જન્મ મહોત્સવ સમુદ્રવિજય રાજાએ કર્યો એમ જાણવું. (બાવન) લાવતું - સમુદ્રવિજય
સપ્તમ રાજાએ પુત્રજન્મની ખુશાલીમાં દસ દિવસ સુધી મહોત્સવરૂપ કુલમર્યાદા કરી, અને પુત્રજન્મને બારમે વિકી વ્યાખ્યાન દિવસે સગાં-સંબંધી તથા જ્ઞાતિજનોને આમંત્રણ કરી ભોજન કરાવ્યું. ત્યાર બાદ સમુદ્રવિજય રાજાએ સગાંસંબંધી તથા જ્ઞાતિજનોને કહ્યું કે - “હે દેવાનુપ્રિયો ! અમારો આ બાળક ગર્ભમાં હતો ત્યારે તેની માતાએ સ્વપ્નમાં રિષ્ટ રત્નમય નેમિ દેખી હતી, તે રોડ મારે રની નામેor) તેથી અમારો આ કુમાર નામ વડે અરિષ્ટનેમિ હો, એટલે અમારા આ કુમારનું નામ અરિષ્ટનેમિ પાડીએ છીએ”.
શ્રી અરિષ્ટનેમિ પ્રભુ પરણ્યા નથી, તેથી કુમાર કહેવાયા. પ્રભુ ન પરણ્યા તે વૃત્તાંત નીચે મુજબ -
હવે શ્રીનેમિકુમાર અનુક્રમે મોટા થતાં યુવાવસ્થા પામ્યા, ત્યારે તેમને એક વખતે શિવાદેવી માતાએ કહ્યું કે - “હે પુત્ર! હવે તું લગ્ન કરવાની અનુમતિ આપ, અને અમારા મનોરથને પૂરો કર'. પ્રભુએ માતાને પ્રત્યુત્તર આપ્યો કે - “માતાજી! યોગ્ય કન્યા પ્રાપ્ત થતાં પરણીશ'. વૈરાગ્યરસથી ભીંજાયેલ અંતઃકરણવાળા
૧, નેમિ એટલે ચક્રની ધાર, ૨ જેમ અમંગલના પરિહાર માટે પશ્ચિમ શબ્દની અગાડી 'અ' અક્ષર મુકી ‘અપશ્ચિમ' શબ્દ પશ્ચિમ શબ્દના અર્થમાં વપરાય છે, (જુઓ-કલ્પકિરણાવલિ, પત્ર ૧૨૧), તેમ રિષ્ટ શબ્દ અમંગલવાચી હોવાથી તે અમંગલના પરિહાર માટે રિષ્ટ | શબ્દની અગાડી “અ' અક્ષરે વધારી પ્રભુનું “અરિષ્ટનેમિ' નામ પાડ્યું છે. અરિષ્ટ એટલે અશુભનો ધ્વંસ કરવામાં નેમિ એટલે વૃક્રની ધાર સમાન તે અરિષ્ટનેમિ, અરિષ્ટનેમિ પ્રભુનું બીજું નામ નેમિનાથ છે.
|
૪૨૬
For Private and Personal Use Only