________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
માશે. અને પ્રભુને પ્રતિમા
A!િ
ત્યાં રાત્રિએ કુવાની નજીકમાં વડવૃક્ષ નીચે પ્રતિમા ધ્યાને સ્થિત થયા. હવે પેલો કમઠ તાપસ કરીને મેઘમાલી દેવ થયો હતો, તેણે આ અવસરે પ્રભુને ધ્યાનમગ્ન જોયા. તે નીચ દેવ પૂર્વભવનું વૈર સંભારી પ્રભુને ઉપદ્રવ કરવા તત્કાલ ત્યાં આવ્યો. ક્રોધથી ધમધમી રહેલા તે મેઘમાલીએ વેતાલ, સિંહ, વીંછી, સર્પ વિગેરે જુદાં જે જુદાં રૂપ વિકર્વી, તેઓ વડે પ્રભુને ઘણા ઉપસર્ગો કર્યા; છતાં ધ્યાનમાં લીન રહેલા પ્રભુ તે ઉપસર્ગોથી જરા પણ ક્ષોભ પામ્યા નહિ. પ્રભુની આવી દઢતા જોઈ મેઘમાલીને ઉલટો વધારે ક્રોધ ચડ્યો, તેથી તેણે આકાશમાં કાલરાત્રિ જેવો ભયંકર મેઘ વિકર્યો, તેમાં યમદેવની જિહ્વા સમાન વિજલીઓ ચારે દિશામાં ચમકવા લાગી, બ્રહ્માંડ ફાટી જાય એવી ઘોર ગર્જનાઓ થવા લાગી, અને તે મેઘ કલ્પાંતકાલના મેઘની પેઠે મૂશળધારાએ જ વરસવા લાગ્યો. આકાશ અને પૃથ્વી જલમય થઈ ગઈ, અને પૂરવેગથી ચાલતા જલપ્રવાહોમાં મોટા મોટા વૃક્ષો પણ ઉખડી જઈ તણાવા લાગ્યા. તે જ ક્ષણવારમાં પ્રભુના ઘુંટણ સુધી પહોંચ્યું, ક્ષણવારમાં કટિસુધી આવ્યું, ક્ષણવારમાં કંઠ સુધી આવ્યું અને ક્ષણવારમાં તો પ્રભુની નાસિકાના અગ્રભાગ સુધી પહોંચી ગયું; , છતાં ધ્યાનમગ્ન પ્રભુ જરા પણ ચલિત થયા નહિ. આ અવસરે ધરણેન્દ્રનું આસન કંપ્યું, તેથી તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી જોયું તો પરમોપકારી ભગવંતને ઉપસર્ગ થતો જોયો. તત્કાલ ધરણેન્દ્ર પોતાની છે પટ્ટરાણીઓ સહિત પ્રભુ પાસે આવ્યો, અને પ્રભુને ભક્તિપૂર્વક નમસ્કાર કરી, પ્રભુના ચરણ નીચે કમલ છે સ્થાપન કરી, પ્રભુના મસ્તક પર ફણાઓ રૂપ છત્ર ધર્યું. આવી ભક્તિ કરનાર ધરણેન્દ્ર ઉપર અને ઘોર
૪૧૫
For Private and Personal Use Only