________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
C
www.kobatirth.org
(અવંતે ગળુત્ત). અનંત વસ્તુના વિષયવાળું અથવા અવિનાશી, અને અનુપમ એવું (જ્ઞાવ-વેવલવરનાળહંસને સમુન્ને) યાવત્-પ્રધાન કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું. ત્યાર પછી શ્રીપાર્શ્વનાથ પ્રભુ અર્હન્ થયા, એટલે અશોકવૃક્ષાદિ પ્રાતિહાર્યની પૂજાને યોગ્ય થયા, પદાર્થોના સઘળા વિશેષ ધર્મોને અને સઘળા સામાન્ય ધર્મોને જાણનારા થયા, (જ્ઞાવ-જ્ઞાળમાળે પાસમાળે વિજ્ઞ) યાવત્-સર્વ લોકને વિષે તે તે કાલે મન, વચન અને કાયયોગમાં યથાયોગ્ય વર્તતા એવા સર્વ જીવોના અને ધર્માસ્તિકાય વિગેરે સર્વ અજીવોના સમગ્ર પર્યાયોને જાણતા અને દેખતા છતા વિચરે છે ।।૧૫૯।।
(પાસસ્ય હું રહો રિસાવાળીયસ) પુરુષ પ્રધાન અર્જુન્ શ્રીપાર્શ્વનાથને (ઋદ્ઘ ગળા) આઠ ગણ (અત્ત ગળતરા ધ્રુત્યા) અને આઠ ગણધરો હતા. એકવાચનાવાળા જે સાધુઓનો સમુદાય તે ગણ કહેવાય, તેઓના જે નાયક તે ગણધર કહેવાય; તે ગણો અને ગણધરો શ્રીપાર્શ્વનાથ પ્રભુને આઠ· હતા. (તેં ના-) તે આઠ ગણધરોનાં નામ આ પ્રમાણે - (સુમે ૪) શુભ (અન્નયોસે હૈં) આર્યઘોષ (વસ) વશિષ્ઠ (વંમયારિ ય) બ્રહ્મચારી (સોને) સોમ (સરિહરે ઘેવ) શ્રીધર (વીરમદે) વીરભદ્ર (સેવિ ય) અને આઠમા યશસ્વી ૧૬૦
(પાસસ [ રહો રિસાવાળીયસ) પુરુષપ્રધાન અર્જુન્ શ્રીપાર્શ્વનાથને (અવિજ્ઞપામોવાઓ) ૧. આવશ્યકસૂત્રમાં શ્રીપાર્શ્વનાથ પ્રભુને દસ ગણ અને દસ ગણધર કહ્યા છે, પરંતુ તેઓમાં બે અલ્પ આયુષ્યવાળા, વિગેરે કારણોથી અહીં શ્રીકલ્પસૂત્રમાં તથા શ્રીસ્થાનાંગસૂત્રમાં તે બે કહ્યા નથી; એમ ટીપ્પણમાં જણાવ્યું છે.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૧૮