________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિ
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમુ.
એક વખતે ભગવાન્ શ્રી પાર્શ્વનાથ મહેલ ઉપર ઝરૂખામાં બેસી વારાણસી નગરીનું અવલોકન કરી 8િ રહ્યા હતા. તેવામાં પુષ્પ વિગેરે પૂજાની સામગ્રી યુક્ત નગરના પુરુષો અને સ્ત્રીઓને એક દિશા તરફ જતા દેખી પાસે ઉભેલા સેવકને પૂછ્યું કે – “આ લોકો ક્યાં જાય છે?” તેણે કહ્યું કે – “હે પ્રભુ કોઈક ગામડામાં રહેનારો કમઠ નામનો બ્રાહ્મણનો પુત્ર હતો. નાનપણમાં તેના માતા-પિતા મરી ગયાં હતાં, દરિદ્ર અને નિરાધાર થઈ ગયેલા કમઠ ઉપર દયા લાવી લોકો તેની આજીવિકા ચલાવતા હતા. એક વખતે રત્નજડિત ઘરેણાંથી વિભૂષિત થેયલા નગરના લોકોને દેખી કમઠે વિચાર્યું કે - “અહો ! આ સઘળી ઋદ્ધિ પૂર્વજન્મના તપનું ફળ છે, માટે હું તાપસ થઈ તપ કરું, એમ વિચારી કમઠ પંચાગ્નિતપ વિગેરે કષ્ટ ક્રિયા કરનારો તાપસ થયો. હે સ્વામી ! તે જ કમઠ તાપસ ફરતો ફરતો નગરીની બહાર આવ્યો છે, તેની પૂજા કરવાને આ લોકો જાય છે”. આ પ્રમાણે સાંભળી પ્રભુ પણ તેને દેખવા પરિવાર સહિત ગયા. ત્યાં તીવ્ર પંચાગ્નિના તાપથી તપ કરી રહેલો કમઠ પ્રભુના જોવામાં આવ્યો. તે સ્થળે અગ્નિકુંડમાં નાખેલા કાષ્ટની અંદર બળતા એક મોટા સર્પને ત્રણ જ્ઞાનધારી શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પોતાના જ્ઞાનથી જોયો, તેથી કરુણાસમુદ્ર પ્રભુ બોલ્યા કે –
અહો અજ્ઞાન ! અહો અજ્ઞાન!, હે તાપસ ! તું દયા વગરનું આ ફોગટ કષ્ટ શા માટે કરે છે? જે ધર્મમાં દયા નથી તે ધર્મ આત્માને અહિતકર થાય છે, કહ્યું છે કે –
"कृपामहानदीतीरे, सर्वे धर्मास्तृणाकुराः । तस्यां शोषमुपेतायां, कियन्नन्दन्ति ते चिरम् ? ॥१॥"
૪૦૯
For Private and Personal Use Only