________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર
ભાષાંતર
www.kobatirth.org
(પાસે ખં રહા રિસાવાળી!) પુરુષપ્રધાન એવા અર્હન્ શ્રી પાર્શ્વનાથ (તિજ્ઞાળોવાણ આવિ હોસ્થા) મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન સહિત હતા. (તે જ્ઞજ્ઞા-) તે આ પ્રમાણે - (ચસામિ ત્તિ નાળÇ) પોતાનું દેવવિમાનમાંથી ચ્યવન થવાનું હતું ત્યારે ‘હું દેવવિમાનમાંથી ચ્યવીશ' એ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુ જાણે છે. (ચયમાને ન ગાળŞ) ‘હું ચ્યવું છું, એ પ્રમાણે જાણતા નથી, કા૨ણ કે - વર્તમાનકાલ એક સમયનો-અતિસૂક્ષ્મ છે. (પુ! મિત્તિ ગાળણ્ડ) ‘હું ચ્યવ્યો’ એ પ્રમાણે જાણે છે. (તેળ ચેવ મનાવેળ સુવિળ ળવિજ્ઞાોળ સત્ત્વ) અહીં વામાદેવીએ ચૌદ સ્વપ્ન દેખવાં, સ્વપ્નપાઠકોને તે સ્વપ્નાઓનાં ફળ પૂછવાં, વિગેરે જેમ શ્રીમહાવીર સ્વામી ગર્ભમાં આવતાં ત્રિશલા ક્ષત્રિયાણીએ ચૌદ સ્વપ્ન દેખ્યાં હતાં, વિગેરે પહેલાં આવેલા પાઠની પેઠે અહીં પણ કહેવું. અર્થાત્ - શ્રીપાર્શ્વનાથ પ્રભુનો જીવ ગર્ભમાં આવતાં વામાદેવીએ ચૌદ સ્વપ્ન દેખ્યાં, વામાદેવીએ અશ્વસેન રાજા પાસે જઈ તેમને સ્વપ્ન કહી સંભળાવ્યાં, અશ્વસેન રાજાએ સ્વપ્નપાઠકોને બોલાવ્યા, વામાદેવીને કનાતની અંદર રત્નજડિત સિંહાસન ૫૨ બેસાડ્યા, અશ્વસેન રાજાએ સ્વપ્નપાઠકોને સ્વપ્નાંઓનાં ફળ પૂછ્યાં, તેઓએ સ્વપ્નાંઓનાં ફળ કહ્યાં, વામાદેવીએ તે સ્વપ્નાંઓના અર્થ અંગીકાર કર્યા; વિગેરે પૂર્વે આવેલા પાઠ પ્રમાણે સઘળું કહેવું. (જ્ઞાવ નિયમાં શિઠું ગળવિા) યાવત્અશ્વસેન રાજાની અનુમતિ પામેલી વામાદેવી સિંહાસન થકી ઉઠીને પોતાના ભવનમાં દાખલ થયાં. ત્યાર
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[[]]
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૦૬