________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
જેને સાપેક્ષપણું છે. પછી જ્યારે તે ઘટપટાદિ ભૂતોનું આંતરૂં પડી જાય, અથવા તેઓનો અભાવ થાય, અથવા બીજા પદાર્થમાં મન ચાલ્યું જાય; ઇત્યાદિ કોઈ પણ કારણથી આત્માનો ઉપયોગ બીજા પદાર્થમાં પ્રવર્તે છે ત્યારે, પહેલાં જે ઘટ-પટાદિ પદાર્થો શેયપણે હતા તે પદાર્થો શેયપણે રહેતા નથી; પણ બીજા જે પદાર્થોમાં ઉપયોગ પ્રવર્તો હોય તે પદાર્થો શેયપણે પ્રાપ્ત થાય છે. આવી રીતે જ્યારે તે ઘટ-૫ટાદિ જ્ઞેયપણે રહેતા નથી, ત્યારે આત્મા પણ ‘આ ઘડો છે, આ વસ્ર છે’ ઇત્યાદિ પ્રકારના ઉપયોગરૂપે રહેતો નથી. તેથી જ વેદવાક્યમાં કહ્યું છે કે – ન પ્રેત્યસંજ્ઞાઽસ્તિ, એટલે બીજા પદાર્થના ઉપયોગ વખતે પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી નથી. આવો અર્થ હોવાથી સ્પષ્ટ સમજાય તેમ છે કે, શરીરથી આત્મા ભિન્ન છે.”
aith
www.kobatirth.org
>
આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી વાયુભૂતિને ‘શરીર એ જ આત્મા છે કે શરીર થી ભિન્ન આત્મા છે ?’” એવો સંશય હતો તે નષ્ટ થયો. તેમને નિર્ણય કર્યો કે આત્મા શરી૨થી ભિન્ન છે. સંશય નષ્ટ થતાં વાયુભૂતિએ પોતાના પાંચસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. ઇતિ તૃતીયો ગણધરઃ IIII
આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરેને દીક્ષિત થયેલા સાંભળી ચોથા વ્યક્ત નામના પંડિતે વિચાર્યું કે – “જેના ઇન્દ્રભૂતિ વિગેરે શિષ્યો થયા, તે મારે પણ પૂજનીય છે; માટે હું પણ તેમની પાસે જાઉં, અને મારો સંશય દૂર કરું” આ પ્રમાણે વિચારી તે વ્યક્ત પોતાના પાંચસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને કહ્યું કે - “હે વ્યક્ત ! તને એવો સંશય છે કે ‘પાંચ ભૂત છે કે નહિ ?' આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં
વેદપદોથી થયો છે -
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠે
વ્યાખ્યાનમ્
૩૬૨