________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandi
કલ્પસૂત્ર ભાષાંતર
ધર્મ છે; આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે, અને તેથી આત્મા પરલોકમાં જાય છે તથા પરલોકથી આવે છે. આત્મા અનંતા છે, જે આત્માએ જેવાં કર્મ કર્યા હોય તે અનુસાર તેને ગતિ મળે છે.”
વ્યાખ્યાનમ્ આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી મેતાર્યને જે સંશય હતો તે નષ્ટ થયો, તેમને નિર્ણય થયો કે પરલોક છે. સંશય નષ્ટ થતાં તેમણે પોતાના ત્રણસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી, ઇતિ દશમો થી ગણધર:/૧૦
આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે દસે જણને દીક્ષિત થયેલા સાંભળી અગીયારમા પ્રભાસ નામના પંડિત વિચાર્યું કે “જેના ઇન્દ્રભૂતિ વિગેરે દસે જણ શિષ્ય થયા, તે મારે પણ પૂજય જ છે; માટે હું પણ તેમની પાસે જાઉં, અને મારો સંશય દૂર કરું. આ પ્રમાણે વિચારી તે પ્રભાસ પોતાના ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે હિ આવ્યો. પ્રભુએ તેને કહ્યું કે- “હે પ્રભાસ ! તને એવો સંશય છે કે - મોક્ષ છે કે નહિ? આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થયો છે
“નરામર્થ વા ય નહોત્રમ્ !” “ઉપરનાં વેદપદોથી તું જાણે છે કે મોક્ષ નથી. તે વેદપદોનો અર્થ તું આ પ્રમાણે કરે છે - જે અગ્નિહોત્રા પછી હોમ તે જરામર્મ એટલે માવજીવ કરવો, અર્થાત્ અગ્નિહોત્રની ક્રિયા આખી જીંદગી સુધી કરવી. અગ્નિહોત્ર
૩૭૮
For Private and Personal Use Only