________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમ્
પ્રતિબોધ કરી પ્રભાતે પાછા આવતાં તેઓ રસ્તામાં શ્રી મહાવીર પ્રભુનું નિર્વાણ સાંભળી જાણે વજથી હણાયા હોય એમ ક્ષણવાર શૂન્ય બની ગયા, સ્તબ્ધ ઉભા રહ્યા, અને પછી બોલવા લાગ્યા કે - “હે સ્વામી ! તે આટલો વખતે મેં આપની સેવા કરી, પણ અંત સમયે જ મને આપના દર્શનથી દૂર કર્યો ?
"प्रसरति मिथ्यात्वतमो, गर्जन्ति कुतीर्थिकौशिका अद्य । दुर्भिक्षडमरवैरादि - राक्षसा: प्रसरमेष्यन्ति ॥१॥" "राहुग्रस्त निशाकर - मिव गगनं दीपहीनमिव भवनम् ।
મત્તમ તશર્ષ, તથા વિનાડચ મો ! ગ ારા” - “હે જગત્પતિ! આજે મિથ્યાત્વરૂપી અંધકાર ફેલાઈ રહ્યો છે, કુતીર્થીરૂપી ઘુવડો ગર્જારવ કરી રહ્યા છે, અને દુષ્કાળ યુદ્ધ, વૈર વિગેરે રાક્ષસોનો ફેલાવો થશે ||૧|| હે પ્રભુ! તમારા વિના આજે આ ભરતક્ષેત્ર, રાહુગ્રસ્ત ચન્દ્રવાળા આકાશ જેવું અને દીવા વગરના મહેલ જેવું શોભા વિનાનું નિસ્તેજ બની ગયું છે ll રા” =
"कस्यांहिपी प्रणत: पदार्थान, पुनः पुनः प्रश्नपदीकरोमि ? । कं वा भदन्तेति वदामि ? को वा, मां गौतममेत्याप्तगिराऽथ वक्ता ? ॥३॥"
૩૮૭
For Private and Personal Use Only