________________
Shri Mahavir Jain Aradhana Kenda
www.kobatirth.org
depa Shri Kailassagersuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ્
a||
મા ! |
IT
(સમUTળ નિથા) શ્રમણ-તપસ્વી નિગ્રંથોને એટલે સાધુઓને (નાથીખ ૫) અને નિગ્રંથીઓને એટલે સાધ્વીઓને (નો રા ર પૂયા-સવારેઘવત્ત૬) ઉદિત ઉદિત પૂજા-સત્કાર પ્રવર્તતા નથી, એટલે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા અભુત્થાન-વંદનાદિરૂપ પૂજા અને વસ્ત્રાદાનાદિથી બહુમાન કરવા રૂપ સત્કાર પ્રવર્તતા નથી. એ જ કારણથી પ્રભુના અંત સમયે ઇન્દ્ર પ્રભુને પ્રણામ કરી અંજલિ જોડીને વિનંતી કરી કે - “હે સ્વામી ! કૃપા કરી ક્ષણ વાર આપનું આયુષ્ય વધારો, જેથી આપના જીવતાં આ ક્રૂર ભસ્મરાશિ ગ્રહ આપના જન્મનક્ષત્રમાં સંક્રમણ થાય તો આપના શાસનને પીડા કરી શકે નહિ; માટે હે કૃપાનિધાન ! ક્ષણ વાર ટકો”. પ્રભુએ કહ્યું કે – “હે શક્ર ! એવું કદાપિ થયું નથી કે ક્ષીણ થયેલા આયુષ્યને તીર્થંકરો પણ વધારી શક્યા હોય, તેથી તીર્થને બાધા જે અવશ્ય થવાની છે તે થશે જ. પરંતુ બે હજાર વર્ષ પૂર્ણ થશે ત્યારે મારા જન્મનક્ષત્રથી આ ભસ્મરાશિ ગ્રહ અતિક્રાંત થતાં છયાશી વરસના આયુષ્યવાળા કલ્કી નામના અધર્મી નીચ રાજાને તું મારી નાખીશ, અને તે કલ્કીના પુત્ર ધર્મદત્ત નામના રાજાને રાજય ઉપર સ્થાપન કરીશ, તો ત્યારથી આરંભીને સાધુ-સાધ્વીઓનો ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો પૂજા-સત્કાર થશે ./૧૩ સૂત્રકાર મહારાજા પણ એક બાબત જણાવે છે કે –
૧, કલ્કીનો સંબંધ-સમય આ લખાણ પ્રમાણે મળતો નથી કદાચ બીજી રીતે પણ હોય જેથી ગીતાર્થ પાસેથી જાણી લેવું.
૩૯૨
For Private and Personal Use Only