________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Achana Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમુ
આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે નવે જણને દીક્ષિત થયેલા સાંભળી દસમા મેતાર્થ નામના પંડિતે વિચાર્યું કે “જેના ઇન્દ્રભૂતિ વિગેરે નવે જણ શિષ્ય થયા, તે મારે પણ પૂજય છે, માટે હું પણ તેમની પાસે જાઉં અને મારો સંશય દૂર કરું'. આ પ્રમાણે વિચારી મેતાર્ય પોતાના ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ
તેને કહ્યું - “હે મેતાર્ય ! તને એવો સંશય છે કે પરલોક છે કે નથી ? આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં નિયણાં વેદપદોથી થયો છે -
"विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवाऽनु विनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति ।" । “ઉપરનાં વેદપદોથી તું જાણે છે કે પરલોક નથી. એ વેદપદોનો અર્થ તું આ પ્રમાણે કરે છે ”
(વિજ્ઞાનઘન અવ) એટલે વિજ્ઞાનનો સમુદાય જ (તેઓ ભૂતેશ્ય: સમુત્યાય) આ પૃથ્વી વિગેરે પાંચ 0િ ભૂતોમાંથી ઉત્પન્ન થઈને (તાવાડન વિનશ્યતિ) પાછો તે ભૂતોમાં જ લય પામે છે. (ન પ્રત્યસંજ્ઞાતિ) તેથી પરલોકની સંજ્ઞા નથી. અર્થાતુ પાંચ ભૂતોમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે, અને જયારે પાંચ ભૂતો વિનાશ પામે
છે ત્યારે તે ચૈતન્ય પણ જલમાં પરપોટાની જેમ તે ભૂતોમાં લય પામે છે. આવી રીતે ચૈતન્ય એ ભૂતોનો ધર્મ N) છે, અને ભૂતો નષ્ટ થતાં તે ચૈતન્ય પણ વિનાશ પામે છે, તેથી બીજી ગતિમાં જવા રૂપ પરલોક નથી, પણ
વળી “વવામોડનિહોત્ર ગયા–એટલે સ્વર્ગની ઇચ્છાવાળો અગ્નિહોત્ર હોમ કરે’ તથા ‘નારને gu
૩૭૬
For Private and Personal Use Only