________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નથી. તે વેદપદોનો અર્થ આ પ્રમાણે છે સાંભળ - (rs વિજુનો વિમુE) વિગુણ એટલે છદ્મસ્થપણાના
ષષ્ઠ ગુણરહિત, અને વિભુ એટલે કેવલજ્ઞાન સ્વરૂપે સર્વવ્યાપક આ આત્મા, અર્થાત્ મુક્તાત્મા (ન વધ્ય) કર્મથી વિકી વ્યાખ્યાનમ્ બન્ધાતો નથી, એટલે શુભ અને અશુભ કર્મના બન્ધન રહિત છે; કેમકે તે મુક્તાત્માને કર્મબન્ધનનાં કારણભૂત મિથ્યાદર્શન વિગેરેનો અભાવ છે, (સંસરીતિ તા) સંસારમાં પરિભ્રમણ કરતો નથી, કેમ કે કર્મના બધૂનવાળાને સંસારમાં પરિભ્રમણ સંભવે, પણ મુક્તાત્મા કર્મના બંધનથી રહિત છે, તેથી તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી; (મુખ્ય) કર્મથી મૂકાતો નથી, કેમકે તે મુક્તાત્મા કર્મથી મૂકાયેલો હોવાથી પછી તેને મૂકાવાપણું રહ્યું નથી ! જેને બંધ હોય તેને જ બંધથી મૂકાવાપણું સંભવે, પણ મુક્તાત્માને કર્મના બન્ધનો અભાવ હોવાથી તે કર્મથી મૂકાતો નથી; (ગોપત્તિ વ) વળી મોક્ષે ગયેલો જીવ બીજાઓને ઉપદેશ દેતો નથી, તેથી બીજાઓને કર્મથી મૂકાવતો નથી. વળી તે મુક્તાત્માને સંસાર સમ્બન્ધી સુખ હોતું નથી, તે કહે છે -(નવા vs વાહનવ્યંતરે | વા વે) આ મુક્તાત્મા પુખ્ત, ચંદન વિગેરેથી થતા બાહ્ય સુખને તથા અભિમાનથી થતા આંતરિક સુખને, આ પ્રમાણે બન્ને પ્રકારનાં સાંસારિક સુખને અનુભવવા રૂપે જાણતો નથી, એટલે તે સાંસારિક સુખને ભોગવતો નથી. આવી રીતે મુક્ત થયેલા આત્માનું સ્વરૂપ જણાવનારાં એ વેદપદો છે, પણ સંસારી આત્માને તો ! કર્મનો બંધ અને કર્મથી મોક્ષ છે”.
૩૬૯
For Private and Personal Use Only