________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Achary Shri Kailassagarsuri Gyanmandir
Eી
જી.
|
કલ્પસૂત્ર
આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી મૌર્યપુત્રનો સંશય નષ્ટ થયો, તેમને નિર્ણય થયો કે દેવો છે. સંશય | ભાષાંતર છે નષ્ટ થતાં તેમણે પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. ઇતિ સપ્તમો ગણધરઃાશી ફિકી, વ્યાખ્યાનમ્
આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે સાત જણને દીક્ષિત થયેલા સાંભળી આઠમા અકંપિત નામના પંડિતે વિચાર્યું INT કે- “જેના ઇન્દ્રભૂતિ વિગેરે સાતે જણ શિષ્ય થયા, તે મારે પણ પૂજ્ય જ છે; માટે હું પણ તેમની પાસે જાઉં,
અને મારો સંશય દૂર કરું' આ પ્રમાણે વિચારી અકંપિત પોતાના ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો, | પ્રભુએ તેને કહ્યું કે-“હે અકંપિત ! તને એવો સંશય છે કે- નારકી છે કે નહિ? આ સંશય તને પરસ્પર વિરુદ્ધ 1 ભાસતાં વેદપદોથી થયો છે -
“વૈ પ્રેત્ય નર નારા: સત્તિ ” ઉપરના વેદપદોથી તું જાણે છે કે-નારકી નથી. તે વેદપદોનો અર્થ તું આ પ્રમાણે કરે છે - પ્રેત્ય એટલે કઇ પરલોકમાં નરકને વિષે નારકી નથી, અર્થાતુ કોઈ પણ પ્રાણી મરીને પરભવમાં નારકી થતા નથી. વળી તું
માને છે કે - દેવો તો ચન્દ્રસૂર્યાદિ પ્રત્યક્ષ જણાય છે. વળી મનુષ્યો કોઈ દેવની માનતા માને છે, તો કેટલાકને તે માનેલી માનતાનું ફળ મળતું દેખીએ છીએ, આ પ્રમાણે માનતા વિગેરેનું ફળ દેખવાથી અનુમાનથી પણ જણાય છે કે દેવો છે. પણ નારકી તો પ્રત્યક્ષ કે અનુમાનથી પણ જણાતા નથી તેથી નારકી નથી પણ વળી નારો હૈ Us નાત જ શૂદ્રાક્રમનાતિ, એટલે જે બ્રાહ્મણ શૂદ્રનું અન્ન ખાય છે તે નારકી થાય છે એ
For Private and Personal Use Only