________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
T
www.kbbatirth.org
નથી. પણ વળી દેવની સત્તા જણાવનારાં બીજાં વેદપદો દેખીને તું સંશયમાં પડ્યો છે કે, દેવો છે કે નથી? દેવની સત્તા જણાવનારાં આ વેદપદો - ‘સ પક્ષ યજ્ઞાયુધી યજ્ઞમાનોઙ્ગસા સ્વર્તો ગતિ’. એટલે યજ્ઞરૂપ છે આયુધ હથીયારવાલો આ યજમાન જલદી દેવલોકમાં જાય છે. આ વેદપદોથી સ્પષ્ટ જણાય છે કે દેવો છે, કેમકે જો દેવ ન હોય તો દેવલોક ક્યાંથી હોય ? આવી રીતે તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડ્યો છે કે દેવ છે કે નથી ? પરંતુ હે મૌર્યપુત્ર ! આ તારો સંશય અયુક્ત છે, કેમકે અહીં સમવસરણમાં આવેલા આ દેવોને તું અને હું પ્રત્યક્ષ દેખીએ છીએ. વળી ચન્દ્ર-સૂર્યાદિ જ્યોતિષ્ક દેવોનાં વિમાનોને તો દરેક લોકો પ્રત્યક્ષ દેખે છે, જો દેવો ન હોય તો એ વિમાનો કેમ દેખાય ? વેદપદોમાં દેવોને જે માયાસદશ કહ્યા છે તે દેવોનું અનિત્યપણું સૂચવ્યું છે. અર્થાત્ - મોટા આયુષ્યવાળા દેવો પણ આયુષ્ય પૂરું થતાં ચ્યવે છે, તેથી બીજા પદાર્થોની જેમ તેઓ પણ અનિત્ય છે; માટે દેવપણાની આકાંક્ષા ન રાખતાં શાશ્વતા એવા મોક્ષનો જ વિચાર રાખવો, અને મોક્ષ માટે જ પ્રયત્ન કરવો, એ પ્રમાણે દેવોનું અનિત્યપણું સૂચવીને પ્રાણીઓને બોધ આપ્યો છે; પણ એ વેદપદો ‘દેવો નથી' એમ જણાવતાં નથી. દેવો સ્વતંત્ર અને પ્રભાવશાળી હોવા છતાં સંગીતકાર્યાદિમાં વ્યગ્રતા, દિવ્ય પ્રેમ, વિષય આસક્તિ વિગેરે કારણોથી તથા મનુષ્યલોકના દુર્ગંધથી તેઓ અહીં આવતા નથી. પણ તીર્થંકરોના કલ્યાણક વખતે, ભક્તિથી, પૂર્વભવની પ્રીતિથી, પૂર્વભવના દ્વેષથી, વિગેરે કારણોથી દેવતાઓ અહીં આવે છે”.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠે
વ્યાખ્યાનમ્
૩૭૧