________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Ashar
Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
વેદપદોથી નારકીની સત્તા જણાય છે કેમકે જો નારકી ન હોય તો “શૂદ્રનું અન્ન ખાનારો બ્રાહ્મણ નારકી થાય
ષષ્ઠ છે. એવી રીતે કેમ કહે ! આવી રીતે પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડ્યો છે કે નારકી છે કે હિમ વ્યાખ્યાનમ્
નથી ? પરંતુ હે અકંપિત આ તારો સંશય અયુક્ત છે, કેમકે “દરે પ્રેત્ર ના નારા સત્ત’ એ વેદપદોનો ' અર્થ તું સમજયો નથી તેઓનો અર્થ આ પ્રમાણે છે - પરલોકમાં નરકને વિષે નારકીઓ નથી, એટલે પરલોકમાં નારકીઓ મેરુ વિગેરેની જેમ શાશ્વતા નથી, પરંતુ ઉત્કૃષ્ટ પાપ ઉપાર્જન કરે છે તે મરીને પરભવમાં નારકી થાય છે; આ પ્રમાણે તે વેદપદોનો અર્થ છે ! અથવા નારકી ફરીથી અનંતર નારકીપણે ઉત્પન્ન થતા નથી, એ પ્રમાણે તે વેદપદોનો અર્થ છે, પણ એ વેદપદો ‘નારકી નથી' એમ જણાવતાં નથી. નારકીઓ પરવશપણાથી અહીં આવી શકતા નથી, પરંતુ ક્ષાયિકજ્ઞાનવાળા તો, તે નારકીઓને પોતાના જ્ઞાનથી પ્રત્યક્ષ દેખે છે. છમસ્થોને અનુમાનથી નારકીની પ્રતીતિ થઈ શકે છે, તે આ પ્રમાણે – જેમ પ્રાણી ઉત્કૃષ્ટ પુણ્યનું ફળ અનુત્તરદેવપણે ઉત્પન્ન થઈને ભોગવે છે, તેમ ઉત્કૃષ્ટ પાપ કરનાર પ્રાણીને તે ઉત્કૃષ્ટ પાપનું ફળ પણ અવશ્ય ભોગવવું પડે, અને તે તીવ્ર અને નિરંતર દુઃખ ભોગવવારૂપ ફળને નારકીપણે ઉત્પન્ન થઈને પ્રાણી ભોગવે છે. કદાચ તે કહે કે - ઉત્કૃષ્ટ પાપનું ફળ તિર્યંચ અથવા મનુષ્ય ભવમાં પણ ભોગવી શકાય, કેમકે ઘણા તિર્યંચોને અને મનુષ્યોને અતિશય દુ:ખી દેખીએ છીએ; તો તે કથન પણ ઠીક નથી કેમકે તિર્યંચ અને મનુષ્યભવમાં તીવ્ર અને નિરંતર દુઃખ હોતુ નથી; દુઃખ વધારે હોય તો થોડું પણ સુખ હોય છે. વળી
૩૭૩
For Private and Personal Use Only